Book Title: Prakashni Kedi
Author(s): Chitrabhanu
Publisher: Punit Prakashan Mandir

Previous | Next

Page 160
________________ ટાણું કરીને, એકાદશી કરીને પણ મોટું હસતું રાખી શકતી હતી. ગમે તેવી હાલતમાં પણ એના મોઢા પર દીનતા, દરિદ્રતા કે કંગાલિયત વરતાતી જ નહિ. એટલે જ મૃતવત્ અને હતાશ પુરુષને પણ પ્રેરણા આપીને ઊભો કરી શકતી હતી. આવી લક્ષ્મી જેના ઘરમાં હોય એના ઘરમાં, મહામુનિના કથનાનુસાર; દેવતાઓ હાજર હોય જ એમાં શી નવાઈ ? તેરશ પછી ચૌદશ આવે છે, એ ચૌદશ કાળી, અંધારી, ભયભીત છે. છાતી ફાટી જાય એવી અંધારી રાતમાં એની પૂજા થાય છે. એ પૂજા મહાકાળીની પૂજા છે. સ્ત્રીમાં લક્ષ્મીની સૌમ્યતા પણ છે, અને મહાકાળીની રદ્રતા પણ છે. સ્ત્રીની એક આંખમાં લક્ષ્મીની સૌમ્યતા જોઈશે, બીજી આંખમાં મહાકાળીની રુકતા જોઈશે. પૂજે એના ઉપર એ પ્રસન્ન હોય, પણ અડપલાં કરે એને તો બાળી નાખે. જ્યાં માન, સન્માન, પ્રતિષ્ઠા, ગૌરવ અને શિયળ જળવાય છે ત્યાં સ્ત્રીની આંખમાંથી લક્ષ્મી વરસે છે. પરંતુ જ્યાં અપમાન યા કુદૃષ્ટિ થાય છે, અને હીન નજરે જોવાય છે, ત્યાં એની આંખમાંથી જવાળાઓ પ્રગટે છે, બહેનોને ખંજર કે તલવારની કશી જરૂર નથી. એમની આંખમાં જ તલવાર પડેલી છે. એ એવી છે કે એ જ્યાં આંખ બતાવે ત્યાં કુટિલ માણસ ઊભે રહી જાય. અંદર પડી રહેલી આ શકિતને હવે આપણે ધીમેધીમે બહાર લાવવાની છે. સ્ત્રીની આ શકિત પાસે તો શસ્ત્ર પણ નિ:શસ્ત્ર બની જાય છે. આપણે ત્યાં અંબાજીનાં, મહાકાળીનાં એવાં એવાં શકિતનાં પ્રતીક ઊભાં કરવામાં આવેલાં છે કે, જેનાં ચરણોમાં મોટામેટા દેવતાઓ પડેલા છે. એ શું બતાવે છે? એમ બતાવે છે, કે સ્ત્રીમાં મહાકાળીની શકિત ઊભી થાય છે ત્યારે તેની સન્મુખ કોઈ ઊભું રહી શકતું નથી. એટલે બહેનેએ તો આ શકિત પ્રગટાવવાની છે. તમે તમારા ગૌરવને તમારા પ્રાણ સમજો. તમારું શિયળ એ જ, તમારું જીવન છે એમ માને. તમારું ચારિત્ર્ય એ તમારા જીવનમંદિરનું શિખર છે એમ ગણો. જીવનમાં જો આ તો નથી તો જીવન કંઈ નથી. શરીરને શણગારવામાં, ટાપટીપ કરવામાં અને બહાર ફરવાહરવામાં જ સમજે એ તો બધી ઢીંગલીઓ છે. આપણે ઢીંગલી નથી બનવાનું; શકિત કેળવવાની છે, અને મહાશકિત બનવાનું છે. તમને ખબર હશે કે, ભારતની એક જ સ્ત્રીએ રામાયણ ઊભું કર્યું હતું. રાવણ જેવો સમર્થ પુરુષ, જેનાં ચરણો આગળ નવનવ ગ્રહો પડ્યા

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172