________________
નથી હોતી, લક્ષ્મી જ્યાં હોય છે ત્યાં સૌભાગ્ય અને શક્તિ હોય છે, સુખ અને સમૃદ્ધિ હોય છે, પ્રસન્નતા અને કલ્યાણ હોય છે, કારણ કે, એ લક્ષ્મી છે.
ધનવાન માણસનાં મોઢાં તમે જોજો. એની પાસે જો સાચી લક્ષ્મી નહિ હોય, લક્ષ્મીને આનંદ નહિ હોય, તો એ ધનવાન ભલે હોય, છતાં એના મોં પર દરિદ્રતાની છાયાઓ છવાએલી હશે. કોઇ વેદનાને આતશ જાણે એમના હૈયામાં સળગી રહ્યો હોય એવા ભાવો મુખ ઉપર તરવરતા હશે. કારણ માત્ર એટલું જ છે કે ત્યાં ધન છે, પણ લક્ષ્મી નથી. '
ધન તો આજે અમેરિકામાં અઢળક છે. પરંતુ આજે ત્યાં જેટલી ગાંડાની હોસ્પિટલો છે એટલી દુનિયામાં બીજે ક્યાંય નથી. એટલે લક્ષમીની પૂજા લક્ષ્મી મેળવવા માટે હોય છે. સાચી લક્ષમી જ્યારે આવે છે ત્યારે માનવીનું મન સુખ, શાંતિ અને સમૃદ્ધિનો અનુભવ કરે છે. લક્ષ્મી આવે છતાં અસંતોષને હડકવા આવે તો જાણજો કે એ લમી નથી, ધન છે. એટલે આપણે ધન અને લક્ષ્મી વચ્ચેનો ભેદ વિવેકપૂર્વક પરખવાનો છે.
આજે જ્યારે ધનની પૂજા વધી રહી છે ત્યારે લક્ષ્મીની પૂજા અનિવાર્ય બની રહી છે. એ અનિવાર્યતાને આપણે પિછાણવાની છે અને સમજવાનું છે કે, લક્ષ્મી એ શું ચીજ છે.
એક માનવીને ત્યાં હું આહાર લેવા ગયેલ. એના ઘરમાં ચાર સુંદર પંકિતઓ લખેલી હતી.
સંતોષથી જીવન ગુજારે એટલું પ્રભુ આપજે, ઘરઘર ગરીબી છે છતાં, દિલ અમીરી રાખજે.
એમાં એમ લખેલું હતું કે મારે પૈસા નહિ જોઇએ, ધન નહિ જોઈએ; લક્ષ્મી જોઇએ. જેના વડે સંતોષથી જીવન ગુજારે એનું જ નામ લક્ષ્મી.
લોકોએ આજે પૈસા જેવી જડ વસ્તુને લક્ષ્મીનું નામ અને લક્ષ્મી જેટલું માન આપીને, એને પોતાના સ્થાન પરથી નીચે ઉતારી છે. આપણે લક્ષ્મીને તેના પોતાના અસલી સ્થાન પર પાછી બેસાડવાની છે, એની પુનધૃતિષ્ઠા કરવાની છે.
* આ કાર્ય બહેનોએ કરવાનું છે. આ કામ ત્યારે જ કરી શકાશે, જ્યારે લક્ષ્મી શું ચીજ છે એ બતાવી શકાશે. આ લક્ષમીનું પ્રત્યક્ષ સ્વરૂપ એટલે નારી,
આજે તો ઘેરઘેર ગરીબી છે. શ્રીમંત જેવા ગરીબ દુનિયામાં બીજા કોઇ નથી. પૈસો આવે એટલે ગરીબી વધે છે, કારણકે વધારે સંગ્રહ કરવાની લાલસા જાગે છે. ગરીબી ભલે આવે, દિલની અમીરાત તજશો નહિ.
ભારતમાં તો એવીએવી મારી હતી, જે એક ટંક ભૂખ વેઠીને, એક