________________
- કાકા
:
સ્ત્રીની શક્તિ !
વાળીના દિવસોમાં લક્ષ્મી, કાળી અને સરસ્વતી એમ ત્રણ શકિતઓનું પૂજન ગોઠવવામાં આવ્યું છે. તેરશ, ચૌદશ અને અમાસ, એકપછી એક આ ત્રણ દિવસોમાં આપણા ભારતની સંસ્કૃતિવાળી માનવજાત ત્રણે શકિતઓની પૂજા કરે છે. - તમે જોજો કે, ક્યાંય પુરુષની પૂજા થતી નથી, પણ એક શકિતની પૂજા થાય છે. આ શકિત દરેક સ્ત્રીની અંદર વિલસી રહેલી છે. એનું પૂજન માનવી એટલા માટે કરે છે કે, તે શકિતનું અવતરણ દરેક માનવીમાં થાય. માનવીમાં આ શકિતનું અવતરણ ન હોય તો માનવ માટીનો માનવ બની જાય છે.
આજના યંત્રયુગમાં માનવીઓ પણ બનાવી શકાય છે. એ રીતે બનાવેલે યંત્ર-માનવી તમને વેલકમ કહે, “ગુડ મોર્નિગ” કહે, “ગુડ ઈવનિંગ કહે, “સ્વાગતમ કહે, “ભલે પધાર્યા, “આવો, જાઓ’ કહે. આમ આવા શિષ્ટાચારના શબ્દો સર્જવા એ તો યંત્રવાદની દુનિયામાં બહુ સહેલી વાત છે. યંત્રવાદવાળા શબ્દો ભલે ગોઠવી શકે, પરંતુ માનવજીવનના નિર્માણ માટેની એક શકિત પેદા કરવાની કળા એમની પાસે નથી.
આ શકિતનું આપણે નિર્માણ કરવાનું છે. અને એ શકિત જાગતી રહે, સુષુપ્ત ન બની રહે, પ્રમાદમાં ન પડી જાય, એટલા માટે જ આ ત્રણ દિવસની પૂજા રાખી.
તેરશને દિવસે આપણે “લક્ષ્મીની પૂજા કરીએ છીએ, ધનની નહિ. ધનની પૂજા તે કંજૂસ કરે; આર્ય માનવી તો લક્ષ્મીની પૂજા કરે.
લક્ષ્મીમાં અને ધનમાં ફેર છે. ધન તે નાચનારી બાઈ પણ એક વખતને નાચ કરીને દશ હજાર સુધીનું મેળવી શકે છે. પણ એની પાસે લક્ષ્મી