________________
સાધુને શું થઈ ગયું? શેઠ તો ગભરાઇ ગયા.
મહારાજને જરા ભાન આવતાં શેઠ તો ચાલતા થયા. એને એમ થયું કે લોકો જાણશે તો વળી કહેશે કે મહારાજને શેઠે બેભાન કરી દીધા, એટલે ખસી જાઉ નકામે દુનિયામાં બદનામ થઇશ.
પેલા મહારાજ તો ભાનમાં જ હતા. પેલા શેઠ ગયા એટલે એ ઊભા થઈ ગયા. શેઠ ઘેર ગયા એટલે પોપટે પૂછયું : “શેઠ, મારો પ્રશ્ન પૂછળ્યો ?”
અરે, તારો પ્રશ્ન તો એવો અપશુકનિયાળ કે મે સાધુને એ પૂછો ત્યાં જ એ તો બેભાન થઈ ગયા.
પણ પેલો પોપટ સમજી ગયો કે મારો ઉત્તર એમાં જ રહેલો છે. પછી તો સાંજ થઈ એટલે પેલા પોપટે પણ એમ જ કર્યું. આંખ બંધ કરીને એ ઢળી પડ્યો. ન ખાવાનું, ન પીવાનું કે ન બોલવાનું. પાંજરામાં મડદા જેવો થઇને એ પડી રહ્યો.
શેઠ બહારથી આવ્યા ને વાત જાણી એટલે પાંજરા પાસે દોડી આવ્યા.
શેઠને થઈ ગયું કે પોપટે ખાધું નથી, પીધું નથી, એટલે નક્કી કરી જ ગયો લાગે છે. શેઠે પાંજરાનું બારણું ખોલી પોપટને ફેંકી દીધો.
મુકિત મળતાં પોપટ તરત જ પાંખો ફફડાવવા માંડ્યો. ‘અલ્યા, શું થયું તને ? પાછે જીવતે કયાંથી થયો?
પોપટે કહ્યું: “શેઠ, મારા ગુરુએ તો મને એમ કહ્યું કે દુનિયામાં છૂટવાનો માર્ગ એ છે કે તમારી જે છૂટી ઇન્દ્રિયો છે, જે બળવાન ઇન્દ્રિય છે, જે મુકત ઇન્દ્રિયો છે, એ ઇન્દ્રિયોને ઉંઘાડી દો; એ ઇન્દ્રિયોને કાબૂમાં લો.’ એમ કહી એ ઊડી ગયું. * *
શરીર જો કહે કે મારે અમુક જાતની સગવડ જોઇએ છે, તો આપણે એને કહી દેવું કે તેની ખાસ જરૂર નથી, એટલે તને એ નહિ મળે; કારણ કે, દેહની વધુ સગવડો આત્માના હિતમાં નથી.
આત્માને બાંધનારું આ તત્ત્વ, દુનિયામાં બીજે ક્યાંય બહાર નથી; એ તે આપણી અંદર પડયું છે.
માણસને જ્યારે ક્રોધ આવે ત્યારે જો એ વિચાર કરે કે, હું મારા ઉપર ક્રોધને સવાર થવા નહિ દઉં હું જ ક્રોધ ઉપર સવાર થઈ જઈશ. માણસને ક્રોધ આવે છે ત્યારે એના હાથમાં જે હોય છે તે એ છુટું મારે છે. એમાં જો કોઈને વિચિત્ર રીતે વાગી જાય તો માણસ મરી પણ જાય છે. પછી પાંચ -પચાસ માણસો ભેગા થઈ જાય છે, અને કહે છે કે, “આણે ખૂન કર્યું !” આ પણ જરા વિચારો: કોણે ખૂન કર્યું? માણસે? ના, ખૂન એના ક્રોધે