________________
માટે પાછા જઈએ છીએ.'
અહીં હેરાન થઈ જશે, અકસ્માતમાં મરી જશે, અનેક જાતના રો. ગમાં સપડાઈ જશે, દુ:ખી દુ:ખી થઈ જશે; પણ એ શહેર તો નહિ છોડે. અને વળી પાછો એ કહેશે ખરો કે, “ફોનવાળા તો જીવ ખાઈ જાય છે, રાતના પણ ઘંટડી વાગે છે.'
મને કહેવાનું મન થાય છે કે ભાઈ, તને કોણ હેરાન કરે છે? તું છોડી દે તો તું છૂટો છે. પણ આપણે મુકત થવા માગતા નથી. મુકત થવા માટેની માત્ર ફરિયાદો જ કર્યા કરીએ છીએ.
એટલે આજનું જીવન કોયડામય બન્યું છે. આજે ભલભલા માણસો પાસે પણ જીવનધ્યેયનો કઇ વિચાર નથી. જીવન વિચારનું ઊંડાણ જ્યાં સુધી નહિ આવે ત્યાં સુધી જીવન વિષેને સાચો અર્થ નહિ મળે.
- આજે શિક્ષણ ખૂબ વધ્યું છે, પણ આપણું જ્ઞાન કેવળ વિસ્તાર જ પામ્યું છે, ઊંડાણ નથી પામ્યું. વિસ્તારમાં અને ઊંડાણમાં ઘણો ફેર છે. વિસ્તાર ઉપરની સપાટી પર હોય છે અને ઊંડાણ ભીતરમાં.
આ હકીકતના પરિણામે આજે એવી હાલત આવીને ઊભી રહી છે કે, આજે આપણે કોઈ પણ પ્રશ્નને ગંભીરતાથી, ઊંડાણથી અને ચિંતનભરી રીતે સમજીને, જે રીતે ઉકેલવો જોઈએ તે રીતે ઉકેલી શકતા નથી.
મને કોઈ પ્રશ્ન પૂછયો કે, “જીવન શું છે ?'
તેના જવાબમાં મેં એક દાખલો આપ્યો : “જાઓ, અહીં એક સીત્તેર વર્ષના વૃદ્ધ બેઠાં છે. બે ચોપડી જ ભણેલા છે. એમનો છોકરો હોય, મેટ્રિક થએલો હોય, એટલે એ એમ માને કે મારા બાપા તો બે ચોપડી જ ભણ્યા છે અને હું તે મેટ્રિક થએલો છું. એને છોકરો હોય તે બી. એ. થએલો હોય, એ તો એમ માને કે મારા બાપા તો મેટ્રિક થએલા છે, પણ હું તે બી. એ. થએલો છું. એટલે મારા બાપા કરતાં વધારે ભણેલો છું. આમ દીકરો પરંપરાથી પોતાના બાપને મૂરખ માન જાય. . : અહીં આપણે ત્યાં અનુભવની ગણતરી નથી, ચિંતનની ગણતરી નથી, માત્ર ડીગ્રી એની જ ગણતરી ગણાય છે. પણ આ ચારે માણસો સામે જીવનની કસોટીનો પ્રસંગ આવે, ત્યારે પેલો બે ચોપડી ભણેલો માનવી એવો વિચાર કરશે કે, મેં કોઈકનું ધન ગત જન્મમાં છીનવી લીધું હશે, એટલે આજે મારું ધન છિનવાઈ ગયું હશે. જેવાં કરમ હોય, જેવાં પાપ બાંધેલાં હોય એવી હેરાનગતિ આવે. હેરાન કર્યા વિના હેરાન થવાતું નથી. આપણું જ કર્મ આપણને હેરાન કરે એમાં દુ:ખી શા માટે થવું? આમ