________________
આ મૃત્યુના આરે બેસવા માટે આવું બધું કરવાનું એમ?
પેલો કહે ત્યારે મહારાજ, મરીએ નહિ તો કરીએ શું ? પછી ક્યાં જવું અમારે ? અમે કહીએ કે નથી જવું...પણ કાળ કહે કે ચાલો, હવે સીટ ખાલી કરો. બીજા માણસો આવી રહ્યા છે. આપણે જવું હોય કે ન જવું હોય, પણ કાળ તે ઉઠાવીઉઠાવીને એ દિશામાં આપણને ફેંકી રહ્યો છે.
ત્યારે પેલા સાધુ મહારાજને આનંદઘનજીની એક કડી યાદ આવી : દેહ વિનાશી, હું અવિનાશી, અપની ગતિ પકડે છે, નાશી જાશી, હું ચિરવાસી, ક્યો કર દેહ ધરેંગે.
અબ હમ અમર ભયે, ન મરે છે. જીવનને મંગલમય બનાવ્યું હોય, તો જ આ સંતોષ મેળવી શકીએ.
આ આત્મા અમર છે. એની એ અમરતાનું આપણને ભાન નથી, એટલે જ આપણે એમ કહીએ છીએ કે મરી ગયા. જે માણસો એ ભાન રાખે છે, જે માણસોની પાસે જ્ઞાન છે, જે માણસોની પાસે એ વિચાર છે, એ લોકો ને મૃત્યુનો અનુભવ કદી થતો જ નથી. આપણને જ એવો અનુભવ થાય છે. એમની દૃષ્ટિ આ બાબતમાં જાદી જ હોય છે.
એક પ્લેટ હોય. એનાં બંને પડખાં ભરાઈ ગયાં હોય. ચાકથી આડાઅવળા અનેક લીટા દોરાયા હોય.. પછી પ્લેટમાં લખવા માટે ક્યાંય જગ્યા જ રહી ન હોય ત્યારે છોકરો શું કરે છે?
પાણીનું એક ભીનું પોતું લઈને સ્લેટને એ ભૂંસી નાખે છે. એટલે લખાએલું ભૂંસાઈ જાય છે અને સ્લેટ ચોખી થઈ જાય છે. જીવનની પ્લેટ માટે મૃત્યુ એક પાણીનું પોતું છે. એ આપણા આડા-અવળા લીટાઓને ભૂસી નાખે છે, એટલે એ સ્લેટને ચોખી કરી નાખે છે. બીજાં છે શું ?
આવી દષ્ટિ વિચારવાનને જ લાવે છે. એની પાસે મૃત્યુનો કોઈ પ્રશ્ન જ નથી. આ વાત સમજાય તો જીવન જીવ્યા ગણાઇએ અને ન સમજાય તો જીવનનો ફેરો. ખાલી ગયો કહેવાય.
- કોઈક કહે કે, “આ દુનિયામાં બધા મરી રહ્યા છે.’ ' એ કહે છે : “બધા ભલે મરતા હોય, હું નહિ. આ દેહ વિનાશી છે અને હું અવિનાશી છું.'
છે. આ કાયાના મકાનની અંદર છ જણાં સંપથી રહે છે. પાંચ ઇન્દ્રિય અને છઠું મન. આ છને અહીં સહકાર થયો છે. એક જણ લૂલું-લંગડું થાય તો બાકીનાને હેરાન થવું પડે. જો આંખ બગડી જાય તે પડી જવાય, હિંચણ છોલાઈ જાય, ખાવામાં આડું-અવળું આવે અને બીજાને હેરાન