________________
થવું પડે. એટલે બધી ઇનિદ્ર સારી હોય તો જ બધાં રહે. દાંત પડી જાય તો ખવાય ખરું, પણ પચે નહિ. એટલે શરીર ન ચાલે, હાથપગ ઢીલા થાય. આંખ-કાન પણ ઢીલાં થાય. સાથે રહેનારને સહકાર એકબીજાની ક્ષતિઓને સુધારનારો બને, ઊણપ પૂરનારો બને તો જ સુખ આવે.
પાંચ જ્ઞાનેન્દ્રિય અને ઇટ્ટા મનથી બનેલા આ સહકારનિવાસમાં કોણ રહે છે?— આ અવિન શી રહે છે. દેહનું બિલ્ડીંગ ભલે નાશ પામે. અંદર બેસનારો તો અવિનાશી છે. સદા આગળ વધનારો છે. •
જેમ માનવી એક મકાન છોડીને બીજા મકાનમાં રહેવા જાય છે તેમ આત્મા એક દેહ છોડીને બીજા દેહમાં જાય છે. મકાનનું નામ જેમ સહકારનિવાસ અગર બીજ કંઇ પાડીએ છીએ તેમ, આ કાયાનું નામ પણ છગનભાઇ, મગનભાઈ વગેરે પાડવામાં આવે છે.
આજની હાલત એવી છે કે માણસ માંદો પડ્યો હોય, છેલ્લી ઘડી હોય, અને આવીને-“હે આત્મા’ કહીને બોલાવશો તો આંખ નહિ લે. પણ એની કાયાનું નામ દઇને બોલાવશે તો તરત ખેલશે. આમ આત્મા પિતાનું ખરેખરું નામ ભૂલી ગયો છે. એટલે તમે એને આત્માના નામે બોલાવશો તો નહિ બોલે. બનાવટી નામથી બોલાવશો તો જ બોલશે.
આપણે ભૂલ્યા છીએ. જાદી દિશામાં જઈ રહ્યા છીએ. વાંક આપણો પોતાનો છે અને છતાં દોષનો ટોપલો જગત ઉપર નાંખી રહ્યા છીએ. આપણે આપણી જાતને કઈ સ્થિતિમાં મૂકી રહ્યા છીએ તેને વિચાર ન કરીએ અને બીજાના દોષ કાઢયા કરીએ તે બરાબર નથી..
જિંદગી માટે આ એક પાયાની સમજણ છે.
આ કાયા નાશ પામવાની છે, ખલાસ થઈ જવાની છે, પણ હું રહેવાનો છું. આત્માની આવી સમજણ સાંપડે એને ફરીથી દેહ ધારણ કરે નહિ પડે, અને જન્મમરણને જીતી જવાય એવું મંગળમય જીવન જીવી જવાશે.
આપણા જીવનને ઉદ્દેશ્ય અસત્યમાંથી સત્યમાં જવાને, મૃત્યુમાંથી અમરત્વ સમીપે જવાને, અંધારામાંથી પ્રકાશ તરફ જવાને છે.