Book Title: Prakashni Kedi
Author(s): Chitrabhanu
Publisher: Punit Prakashan Mandir

View full book text
Previous | Next

Page 145
________________ એને હસ્તે મુનિને હર્ષપૂર્વક દાન અપાય તે તું નર્કમાંથી છૂટી જાય.' શ્રેણિકે કહ્યું: ‘એ કામ તો સહેલું છે. હું હમણાં જ વ્યવસ્થા કરું છું.” કપિલા વિચાર કરે છે કે, મારે વળી મુનિને દાન દેવાને વારો કયાં આવ્યો? આવું ખરાબ કામ મારે માથે ક્યાં આવ્યું ? કેટલાક માણસો એવા હોય છે કે પોતે દાન દઈ શકે નહિ, અને બીજા દેતા હોય એ જોઇ શકે નહિ. એને દુઃખ થાય કે, આ આવી રીતે પૈસા કેમ વેડફી નાખે છે? કપિલા વિચાર કરે છે કે મારે વળી મુનિને દાન દેવાનો વારો ક્યાં આવ્યો ? ઠીક, દઈશ. શું થાય ? મારી તો નોકરી છે. એણે હાથમાં ચાટવો લીધો અને મુનિને દાન દીધું. પણ, દાન દેતાં દેતાં મનમાં બોલી કે, “દાન હું નથી દેતી; પણ શ્રેણિકનો ચાટવી દે છે. મારે કાંઈ લાગેવળગે નહિ. આ તે શેઠની આજ્ઞા છે એટલે દાન દેવું પડે છે. શ્રેણિકે કહ્યું: “ભગવાન, દાન તો દધુંને ?' મહાવીરે કહ્યું: “પણ એણે નથી દીધું, એની ભાવનાએ નથી દીધું; એણે તો જાણે માથેથી ભાર ઉતારવા, એક બલામાંથી છૂટવા દાન આપ્યું છે. એટલા માટે એ દાન એ સાચું દાન નથી.’ દાન તો એ છે કે, દેતી વખતે દિલ ઊભરાઇ જાય. આજે લોકો, મોટી મોટી લુખી વાતો કરે છે. પણ આવી ઉમદા ભાવના કયાં છે? અને આવી ભાવના ન હોય તો એ દાન શોભતું નથી. આપણે શાલીભદ્રની વાત સાંભળી છે કે, એ જ્યારે દાન દેતા ત્યારે આંખમાંથી દડદડ આંસુ સરી પડતાં. એમને થતું : “ઓહો ! આજ મારો ધન્ય દિવસ છે. આજ મારી ધન્ય ઘડી છે!” - જેમ અણધાર્યા કઇ પૈસા મળી જાય, અને આપણને આનંદ આનંદ થઇ જાય, એવો આનંદનો ઓડકાર દાન આપ્યા પછી આપણને આવવો જોઇએ. એ જ સાચું દાન છે. 2. તમારામાં શક્તિ હોય એટલું જ દાન દો. તમે દેવા નીકળ્યા છો, તો સાધુઓ તે આવીને તમને ધન્ય બનાવે છે. સાધુઓ જો તમારી પાસેથી દાન લેનાર ન હોત, તે તમે દાન દેત કયાં? સંસારના ભોગ, રાગ-વિલાસ માટે લોકો બધુંય કરે છે. સંસારના રાગ માટે સ્ત્રી વસ્ત્રાભૂષણ, દાગીના વગેરે જે કહે તે સાત વાર કબૂલ કરાય છે. કારણ કે એ સંસારનો રાગ છે. અને રાગનો માર્યો આ જીવ ન કરવાનાં

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172