Book Title: Prakashni Kedi
Author(s): Chitrabhanu
Publisher: Punit Prakashan Mandir

Previous | Next

Page 152
________________ જ્યારે બીજા સાધનસંપન માણસ કેવું જાહેજવાલીવાળું જીવન ગાળે છે!” બીજા લોકો પાસે દસ એરડા હોય પણ એ માણસ દસે ઓરડામાં સૂઈ રહેતો નથી; એથવા કલાકેકલાકે એરડો બદલતો નથી. એને સૂવાનું તો ફકત સાડાત્રણ હાથની જગ્યામાં જ હોય. એની પાસે પાંચ મોટરો હોય, પણ એક જ મોટરમાં બેસવાનું છે. સો ડગલા હોય, પણ પહેરવાનો તે એક જ છે. અને હજાર મણ ઘઉં પંડેલા હોય તો પણ એ જે પાશેર ખાતો હશે એ જ ખાવાનો છે. તો પછી બીજાનું જોઇ, તમે શું કરવા દુ:ખી થાઓ છો.? તમે વિચાર કરો કે અમારી પાસે જે છે એમાં જ અમને સંતોષ છે. આ ભાવને મેળવવા માટે જ્ઞાનીઓએ તપનો માર્ગ બતાવ્યો છે. તપની શકિત જીવનમાં ત્યાગને પ્રેરે છે, મનને ઉદાર બનાવે છે. જિંદગી જીવવામાં આ બંને રીતની જરૂર છે. આજે લોકોને જિંદગી કેમ જીવવી અને જિંદગીમાં કેમ જીવવું એ આવડતું નથી. એટલે જ માનવીનું જીવન આજે દુ:ખમય બની ગયું છે. આ દુ:ખમય જીવનમાંથી બહાર આવવા માટે જ્ઞાનીઓએ આપણને જે માર્ગો બતાવ્યા છે એ એકેએકનો આપણે વિચાર કરીએ ત્યારે થાય છે કે, શું સુંદર માર્ગો બતાવ્યા છે ! એમણે કહ્યું કે દાન વડે તમે ત્યાંગ કરતા થાઓ, શીલ વડે તમે સંયમી થાઓ અને તપ વડે તમારી ઈન્દ્રિયો ઉપર વિજય મેળવો. તમારાં જે સાધનો છે એમાં તમે સંતોષ કેળવો. અને પછી એ બધાંની ઉપર ભાવનાની સૌરભ છાંટો. - જીવનના વૃક્ષનું મૂળ ધર્મ છે. તેમાં દાન, શીલ ને તપના ભાવનું પાણી સીંચવાનું છે. આ જલસિંચનથી મૂળિયાં ભીનાં રહેશે અને એ ભીનાં રહેશે તો જીવનનું વૃક્ષ, જીવનનો વડલો પાનખર પછી પણ ખીલી ઊઠશે.

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172