________________
ચઢવું મુશ્કેલ છે. શીલને પર્વત એ તો માઉન્ટ એવરેસ્ટ છે, અને આપણે એ માર્ગે ચઢવાનું છે. જીવનમાં શીલ આવી જાય તો સંસાર નંદનવન બની જાય. પણ એને કેળવવા માટે આપણે મહેનત કરવી પડે. એને માટે જો સતત કાળજી લેવાય તો જ એ શક્ય બની શકે, અન્યથા નહિ.'
શીલનો મહિમા મહાપુરુષોએ બહુ મોટો ગાયો છે, પણ શીલ પાળવા માટે તપની જરૂર છે. જો ત૫ ન હોય તો ઇન્દ્રિયોના ઘોડા છૂટા થઈ જાય. શરીરના વિકારને અને મનની વિકૃતિઓને દૂર કરવા માટે તપની જરૂર છે. યથાશકિત તપ કરો—શકિતને ઓળંગીને નહિ, પણ પોતાની શકિત કેટલી છે એને વિચાર કરીને, અને પોતાની ઇન્દ્રિયો સંયમમાં રહે એવી રીતે.
શકિત કરતાં વધારે કરવું અથવા ઓછું કરવું એ બન્ને ખરાબ છે. શકિતથી એછુિં પણ નહિ અને વધારે પણ નહિ, એમ એ બન્નેની વચ્ચે સમતુલા રાખવાની છે. '
જેમ વીણાને તાર બહુ ખેંચેલો કે ખૂબ શિથિલ ન હોય, પણ એ બન્ને વચ્ચે મધ્યમ હોય તો એ વીણામાંથી સુંદર એવા પ્રકારનું સંગીત નીકળે છે. એ જ પ્રમાણે આપણા તપને તાર એવો ખેંચેલે ન હોવો જોઈએ કે આપણું મુખ જોઈને બીજાને એમ થાય, કે આને બોલાવશો નહિ, હમણાં એ ક્રોધમાં છે. તપસ્વીનું મુખ તો હરહંમેશને માટે પ્રસન્ન જ હોય.
તપ એટલા માટે કરવાનું છે કે એના લીધે તમે ભોગવિલાસ ને સાધનસંપત્તિ પર ધીમેધીમે આસકિત ઓછી કરી શકો. અને તમે અનાસકત બની શકો, પણ એ જો ન હોય તો દુ:ખી દુ:ખી બની જવાય.
વળી જ્ઞાનીઓ કહે છે કે, આપણે જિંદગી જીવીએ છીએ, પણ આપણો સ્વભાવ એવો છે કે, આપણા જીવનના દરેક દિવસ આપણને ખરાબમાં ખરાબ દિવસ લાગે છે.
એટલે આપણને આપણી જિંદગીથી સંતોષ નથી; આનંદ નથી. અને જિંદગી આપણને ધૂળ જેવી લાગ્યા કરે છે. બ્રાહ્મણને મનગમતાં ભોજન ન મળે, મોદક મળે, પણ રસગુલ્લા કે જલેબી એવી બીજી વસ્તુઓ જોવામાં એનો આનંદ બગડી જાય છે. એ જ પ્રમાણે માણસનું જીવન પણ એવું છે કે, એનાં જે સાધન છે એમાં એને સુખ નથી, સંતોષ નથી, તૃપ્તિ નથી. બીજાનાં સાધન, બીજાની વસ્તુઓ, બીજાનો ભપકો અને વૈભવ જોઇ, આજે લોકો પોતાનું જીવન ધૂળધાણી બનાવી રહ્યા છે. - ઘણા લોકો કહે છે કે, “અમારે ત્યાં તો આ નાનકડું એવું જનું મકાન છે, સાદાં કપડાં પહેરીએ છીએ અને સામાન્ય જીવન ગાળીએ છીએ.