Book Title: Prakashni Kedi
Author(s): Chitrabhanu
Publisher: Punit Prakashan Mandir

Previous | Next

Page 149
________________ ત્યારે ડોશી કહે છે : “એ તે મારા ઘરની વાત છે.' પડોશી સમજી ગયો કે એના ઘરમાં આજે ખાવાનું નથી, એટલે એણે મદદ કરી. ડોશીએ ખીર બનાવી. છોકરો રાજીરાજી થઈ ગયો. એને એટલો બધો આનંદ થયો કે એનું દિલ ખુશખુશ થઈ ગયું. પછી માટીના વાસણની અંદર ખીર ઠંડી થવા કાઢીને મા પાણી ભરવા ગઈ. છોકરો ખીર પાસે બેઠો છે. અને તેમાંથી નીકળતી વરાળના ગેટેગેટે એ કલ્પનાના શિખરે ચઢી રહ્યો છે. એ વખતે એને પેલો પ્રસંગ યાદ આવ્યો–શેઠિયાઓના છોકરાઓ ત્યાગીને ભિક્ષા પીરસતા હતા. એ પ્રસંગ. તેને થયું કે આજે જો ત્યાગી આવી જાય તે હું પણ એમને ભિક્ષા આપું ! પણ મારા જેવા અભાગિયાને ત્યાં ત્યાગી પધારે કયાંથી ?” આ દુનિયામાં એવો નિયમ છે કે, તમે એક વાર સાચી ભાવના કરો અને તમારું કાર્ય તરત થઈ જશે. એટલામાં એ રસ્તેથી કેટલાય દિવસના અપવાસી ત્યાગી નીકળ્યા. ત્યાગીને જોઈને એ એકદમ દોડતો ગયો અને ગળગળો થઈ કહેવા લાગ્યો : મારે ત્યાં આવો અને મારી ભિક્ષાનો સ્વીકાર કરો.' ત્યાગીએ એની ભાવના જોઈ. અને એમને થયું કે, ખરેખર આનું નામ જદાન કહેવાય. આ માણસ દાન દેવાવાળે છે. એટલે ત્યાગી એ ભિક્ષાપાત્ર ધર્યું. સંગમે ભિક્ષા પીરસવા માંડી. ત્યાગીએ કહ્યું : “હવે બસ.' ત્યારે પેલાએ કહ્યું : “મહારાજ, આજે બસ નહિ કહો. આજે તો મારે જનમજનમની ભૂખ ભાંગવાની છે. પેટમાં તો બધા રેડે છે, પણ કોઈ વાર પાત્ર. માં રેડવા દો અને એ રીતે આજે મને લહાવો લેવા દો.” - ત્યાગીએ જોયું કે, ખરેખર આ ઉદાત્ત ભાવવાળો છે. ભિક્ષા લઈ એમણે આગળ ચાલવા માંડયું. છોકરો દૂર દૂર સુધી એને વળાવવા ગયો. ચાલતાં ચાલતાં હાથ જોડીને એ કહેવા લાગ્યો : “મહારાજ, આજે લોકોને ત્યાં એક દિવાળી છે, પણ મારા મનમાં તો હજાર દિવાળી છે. કારણ કે આજ મારી એક દિવાળી એવી થઈ ગઈ, કે મારા જનમજનમની દિવાળીએ આજે એક જ દિવાળીમાં ઊજવાઇ ગઇ. આપ જેવા ત્યાગી હોય, ને આવી સ્વાદિષ્ટ ખીર હોય. આવો અલભ્ય લાભ મારા નસીબમાં ક્યાંથી હોય? આજે તો હું એમ સમજવું છું કે મારે ત્યાં કલ્પવૃક્ષ ઉગી ગયું છે. મારે ત્યાં કામધેનુ આવી ગઈ છે. મારાં ભાગ્ય ઊઘડી ગયાં છે.’ આખે રસ્તે એની આ કાલી કાલી મધુર વાણી ચાલુ જ રહી. ત્યાગીને વળાવી છોકરો ઘેર પાછો આવ્યો. અને પાત્રમાંની ખીર

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172