________________
એણે જોયું કે આ ના પાડે છે અને પેલા કહે છે કે, લે લે. એટલે એને અદ્ભુત અસર થઈ ગઈ કે, આ સાધુ તો ખરા છે. પછી એ વાત ચાલી ગઈ અને ભુલાઈ ગઈ. પણ એમ કરતાં કરતાં બે વર્ષ પછી, એક દિવસ દિવાળીને દિવસ આવ્યો. સૌને ત્યાં ભાતભાતની અને જાતજાતની મીઠાઈ
ઓ બની. કોણે શું ખાધું એ વાત પેલા છોકરાઓ વચ્ચે ચાલતી હતી. આ બધું સંગમ સાંભળતો હતો.
સંગમ એક ગરીબ ડોશીને દીકરો હતો. એટલે એણે તે ફકત મીઠું નાંખેલી ફિક્કી રાબડી જ પીધેલી. આથી આ બધું સાંભળીને તેનું હૃદય ભરાઈ આવ્યું. એની આંખમાં દડદડ દડદડ આંસુ આવવા લાગ્યાં. એને થયું કે, અરેરે ! સૌએ મિષ્ટાન્ન આરોગ્યાં છે અને મારે આ રાબડી પીવાની
–અને તે પણ મીઠાવાળી ફિક્કી! ' એની આંખો ભરાઈ આવી અને ત્યાંથી દોડતો ઘેર જઈ માને ભેટી પડ્યો, અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો.
મા કહે : “કેમ બેટા, રડે છે કેમ ?
છોકરો કહે : “મા બધા મીઠાઈ ખાય, બધાને ત્યાં સુંદર ભેજન હેય, અને મને રાબડી ? આમ કેમ ?
મા બોલી : “પણ બેટા, આપણે ગરીબ છીએ. ઈશ્વરને આભાર માન કે આપણને રાબડીય મળે છે. દુનિયામાં એવાં ઘણાં ઘર છે કે જેમને એક ટંક પૂરું ખાવા પણ મળતું નથી. માટે આપણી પાસે જેટલું હોય તેટલાથી સુખ અને સંતોષ માનવો જોઈએ.' : પણ છોકરો કંઈ સમજે ? એ તો કહે, “બસ, તું મને મિષ્ટાન્ન લાવી આપ. ગામમાં દિવાળી છે અને લોકો કેવો આનંદ કરે છે!”
મા કહે છે : “બેટા ! જેમને ત્યાં લક્ષ્મીની છોળ ઊડતી હોય એમને ત્યાં દિવાળી હોય. આપણે ત્યાં તો હોળી છે.”
• પણ પેલો છોકરો સમજ્યો નહિ. એણે તો હઠ જ પકડી કે ગમે તેમ કરીને તું મને લાવી આપ.
આ વખતે માનું હૃદય ભરાઈ આવ્યું. ગમે તેમ તેમ માનું હૈયું છેને! - હૃદય તો બધાનાં સરખાં જ હોય છે. દુનિયામાં માતૃપ્રેમ, પિતૃપ્રેમ કે પુત્રપ્રેમ એ બધામાં એકસરખો ભાવ હોય છે. એ ભાવના આવિષ્કાર જાદાજગુદા હોય, પણ ભાવ તો સરખા જ હોય છે. એણે પણ રડવા માંડ્યું.
રડવાનો અવાજ સાંભળી પડોશીએ આવીને પૂછયું : બેન, રડે છે કેમ ?”