________________
પૈસા જ ભેગા કરવા માટે અહીં આવ્યા છો ? ભેગા કરેલા પૈસાને મેટો ઢગલો કર્યા પછી કેસો પાસે તમારે એવું કહેવડાવવું છે કે, 'બાપડો મૂકીને ચાલ્યો ગયો છે. આ ફિચારો કે બાપડો’ બનવા માટે આવેલા છીએ? ' જે માનવી વધારે મૂકીને જાય છે, એને વધારે લોકો જાણતા હોય છે, તેથી વધારે લોકો એને બિચારો' કહેતા હોય છે.
આજના માનવીને પોતાના જીવનના હેતુ અને આગમનના ઉદ્દેશ્યની ખબર નથી એમ કહીએ તો પણ ચાલે એમ છે.
એક વિદ્યાર્થી મેટ્રિક (s. s. c) પાસ થયો. પછી વેકેશનમાં પિતાની પાસે ગામડે એ રહેવા લાગ્યો. પિતા સાધુ પાસે જતા. એક દિવસ આ છોકરો પણ સાથે ગયો. પ્રવચન પૂરું થયા પછી બાપે સાધુને છોકરાનો પરિચય આપ્યો : “આ મારો દીકરો છે. મેટ્રિકની પરીક્ષા આપી છે. હવે આગળ ભણવા માગે છે.'
સાધુએ પેલા છોકરાને પાસે બોલાવી પૂછયું : “કેમ પેપર કેવાં ગયાં છે?”
મહારાજ, બહુ સારાં ગયાં છે. ફર્સ્ટ કલાસ જ આવીશ.” “પછી શો વિચાર રાખ્યો છે?”
પછી સાયન્સ કે એન્જિનિયરીંગમાં જવું છે. ઇન્ટરમાં સારા માકર્સ આવશે તે, કાં એમ, બી. બી. એસ. થઈશ, કાં એન્જિનિયરીંગ લઇશ.'
“વાર, ડૉકટર કે એન્જિનિયર થયા પછી શું કરશો? પછી? પછી હું પરદેશ જઇશ. ત્યાંથી ડીગ્રી લઈને પાછો આવીશ.”
તે પછી શું કરશો?’
“પછી શું ”ને પ્રશ્ન બહુ મહત્વનો છે. આપણી જાતને પણ આ પ્રશ્ન પૂછયા જ કરવાનો છે. ઘણાંખરા માણસો આ પ્રશ્નના ઉત્તર વગરની જિંદગી જીવે છે. એ સવારમાં ઊઠે છે. દિવસે દોડાદોડ કરે છે અને સાંજે ઊંઘી જાય છે. પણ જિંદગી શું છે એની કોઇ દૃષ્ટિ જ નથી.
. કોઈ વળી આવો પ્રશ્ન ઊભો કરે તો ધીરજથી સાંભળવા માટેની પણ તૈયારી નથી. કોઈ પૂછે કે “શા માટે જીવો છો ? તો આપણે ગરમ થઈ જઈએ છીએ અને કહીએ છીએ કે, “કેવી નાખી દેવા જેવી વાત કરો છો!” ' એટલે ઘણાખરા માણસ પાસે આ અંગે કોઈ પ્રશ્ન નથી. અને જો પ્રશ્ન તેમની પાસે મૂકવામાં આવે તો તે માટે વિચારવાને એમની પાસે અવકાશ નથી. મોટા ભાગના માણસો તો આ પ્રશ્નને ઉડાડી મારે છે. - પેલા છોકરાને સાધુએ ફરીથી પૂછયું : “પરદેશથી ડીગ્રી લઈને
૧૩૩