________________
૧૨૪
૧૪
ક્ષુદ્રતાના પરિત્યાગ
ધ
રૂપી શિખર પર પહોંચવા માટેનું પહેલું સાપાન છે ક્ષુદ્રતાના પરિત્યાગ. ધ ની દિશામાં પ્રવૃત્તિ કરનારે નાનીનાની બાબતોની ક્ષુદ્રતા તજવી જોઈએ. ક્ષુદ્ર વાતોથી જેનું દિલ દુભાતુ હોય તેવા માણસથી દુનિયા પણ દૂર રહેશે. આવા માણસાને નાની નાનીં બાબતેામાં પણ માઠું લાગી જાય છે. એમના પેટમાં કોઈ વાત નહિ ટકે. એને કહેલી વાત, વીજળીને વેગે, ચારે બાજુ પ્રસરતાં વાર નહિ લાગે. એટલે, ક્ષુદ્રતાવાળા માણસ ગણના જો દુનિયામાં પણ નથી થતી, તો ધર્મીમાં તે કયાંથી થાય ?
બીજા’ સાપાન એ છેકે, ધી આત્માં પ ંચેન્દ્રિયથી પૂર્ણ હાય, અ ંગાપાંગ સારાં હોય, ઇન્દ્રિયો પૂર્ણ હોય તો આપણી પરાધીનતા ઓછી થઈ જાય. ઇંદ્રિયા જેટલી ક્ષતિવાળી એટલી આપણી પરાધીનતા વધારે. ઇન્દ્રિયો જેની પૂર્ણ હોય એ પોતાના ધર્મની આરાધના શાંતિથી કરી શકે. માટે જ પંચેન્દ્રિયની પૂર્ણતા કહી.
વળી અંગોપાંગ પણ અખંડ જોઇએ; નહિ તે એ પેાતાના સ્વભાવમાં સારો લાગતા નથી. અગેાપાંગની હેરાનગતિને લીધે એક-પછી-એક માંદગી ચાલ્યા જ કરતી હોય છે. તેથી, તેવા માણસ શાંતિથી ધર્મ કાર્ય કરી શકતા નથી. પછી, ‘સબ સ’ઘયન’ એટલે કે શરીરના બાંધા તદ્દન વ્યવસ્થિત હાય, આવા માણસને માંદા પડવાની ઘડીએ બહુ એછી આવે છે. જે માણસ આછે માંદા પડે છે તે નિયમપૂર્વક આરાધના કરી શકે છે.
તમારે વ્યાખ્યાન સાંભળવું હોય, પૂજા કરવી હોય, પણ તમે જો તમારા શરીરના બાંધા બરાબર ન હેાય, તમે એક કલાકથી માંડી ત્રણ કલાક સુધી સતત એક સભામાં બેસી ન શફતા હો તો, પરિણામે તમે ફરવા ધારો તાપણ તે ન કરી શકો.