________________
જ છે. પેલાને આનંદ ક્ષણિક છે, તો તમારો આનંદ પાંચદશ વર્ષને છે.
પેલા બાળકનું રેતીનું ઘર તૂટે છે તો બાળક રડતું નથી, કદાચ હસી પડે છે. પણ આ સંસારની અંદર તમારું બાંધેલું ઘર તૂટી જાય તે હસવાને બદલે તમે તો રડવા બેસી જાવ. આમ, ઘણી વાર તો નિર્દોષ બાળક મોટા માણસ કરતાં વધારે જ્ઞાની દેખાય છે. સમજણના લીધે એ જ્ઞાની નથી, પણ અજ્ઞાન દશા એ પણ જાણે આનંદનું કારણ બને છે.
જે જ્ઞાની આત્મા છે તે સંસારના રંગરાગ અને સંસારમાં ડૂબેલા જીવોને જોઈને એમ જ વિચાર કરે છે કે, આ જીવો જેમાં આનંદ માને છે તે આનંદ શાશ્વત નથી - જ્ઞાની સિવાયના બીજા બધા તે આવું જોઈને એમ ઈચ્છે કે આને મળ્યું એવું મને મળો. તમારી પાસે સરસ મોટર હોય, સારાં કપડાં હોય, સુખેથી બેઠા હો તે તમને જોઈને સંસારી જીવના કપાળે તો તરત જ હાથ જાય કે, અમારા ભાગ્યમાં આવું ક્યાંથી હોય.
એટલે આત્માની દષ્ટિ વિનાનો માનવી તો તમારું સુખ જોઇને ઘડીભર ઈર્ષ્યા કરવાનો. પરંતુ જેની પાસે જ્ઞાનદૃષ્ટિ છે. જેની દૃષ્ટિ સત્, ચિત્ અને આનંદથી પૂર્ણ છે, એ ઈર્ષાથી દૂર રહે છે.
સત્ એટલે સત્તારૂપે આ દુનિયામાં હું રહેવાને છું એવું જેને જ્ઞાન છે; ચિત્ એટલે જ્ઞાનદશા. અનંત જ્ઞાન એ મારા આત્માને ખજાનો છે એવી જેને સમજણ છે, અને આનંદ એટલે જેના જીવનમાં કાયમને માટે સહજ આનંદ છે તે તે અન્યના સુખની ઇર્ષા નથી કરતો.
બહારની વસ્તુઓની જે અપેક્ષા નથી રાખતો, પણ “સ્વ'ના સગુણની અપેક્ષા રાખે છે. એવા પ્રકારનો આનંદ જ સાચો આનંદ છે,
આમ સત્, ચિત અને આનંદથી જે પૂર્ણ છે તે પોતાના આત્મામાં જ પૂર્ણતા જાએ છે, અને જે બાહ્ય વસ્તુઓ પાછળ પડેલા દેખાય છે તેમને “અપૂર્ણ ' તરીકે ઓળખે છે. અંતરમાં જ્ઞાનદશાને અભ્યદય થયો છે તે જ પૂર્ણની કલ્પના કરી શકાય.
કથાવાર્તા સાંભળીને આપણે ચાલ્યા જવાનું નથી, પરંતુ ચિત્તમાં ધીમે ધીમે જ્ઞાનદશાનો ઉદય કરવાનો છે. આટલું જો થઈ શકશે તે ચક્રવતીએ જે સુખનો અનુભવ કરી શકતા નથી એવા પ્રકારનું સુખ આ સંસારની વસ્તુઓની સમજણમાંથી ઉદ્ભવશે. સંસારની વસ્તુઓનો અભાવ પણ તમને અટકાવી શકશે નહિ. તમને એમ જ થશે કે, “મળ્યું તેય શું અને
વાયું તેય શું ?”
૧૨૬