________________
એકલો તો એ પુણ્યના સંચયવાળાને ત્યાં જ આવે છે.
જેને પ્રકાશને પંથે જવાનું છે એવા કોઇ આત્માની વાત બાદ કરીએ તો, સામાન્ય રીતે, ધન આવે છે ત્યારે ધર્મ આઘો ઊભો રહે છે.
આજે તો, ધર્મને નામે વપરાતો પૈસો પણ માનવીની ખ્યાતિ માટે વપરાતો હોય છે–શુદ્ધિ, નિર્મળતા કે આત્માના આવિષ્કાર માટે નહિ.
જીવનશુદ્ધિ માટે જેનો પૈસો વપરાતો હોય તે આત્મા જ પુણ્યશાળી છે. એમને મળેલાં સાધન પુણ્યના માર્ગ થી મળેલાં છે. એ સાધને એને પુણ્યને પંથે દોરી જાય છે.
બાકી તે, રોજ પ્રભુનાં દર્શન કરનારા ને વ્યાખ્યાન સાંભળનારા માનવી પાસે જો પચાસ લાખ રૂપિયા થઈ જાય અને દૂરને ઠેકાણે જઈને બંગલો બંધાવે તો વ્યાખ્યાન સાંભળવાની વાત તો દૂર રહી, પણ કોઈક વાર ગુરુ પાસે એ આવે તો પણ એમ લાગે કે મંદિરનો ઉદ્ધાર થઈ ગયો !
પહેલાં તો એ માણસ રોજ મંદિરે આવતો હતો. આજે તો એને એમ લાગે છે કે, હવે હું રોજ આવવા જેવું પ્રાણી નથી; હવે તો હું પ્રસંગોપાત (Occassional ) આવવા જેવું પ્રાણી છું. આમ એને પણ જાણે એક જ્ઞાન થઈ જાય છે. પરંતુ આ જ્ઞાન તે અજ્ઞાનજન્ય છે.
આવાઓની દુનિયા પચાસ-સાઠ વર્ષમાં પૂરી થઇ જાય છે, પરંતુ એમના આત્માની ભયાનક અધોગતિ થઈ જાય છે.
એટલે, જ્ઞાનીઓ જણાવે છે કે, જો સાધન શુદ્ધિને માર્ગે લઈ જતાં હોય તે જાણવું કે ચિત્તમાં કંઇક જ્ઞાનનાં કિરણો પ્રગટયાં છે, જ્ઞાન અને
ન્યુદય થયો છે. આવો અભ્યદય ન થયો હોય તો, તે કેમ થાય તેનો વિચાર કરજો. આવો અભ્યદય કરવા માટે તમારે જડ પ્રત્યેનો રાગ ઓછો કરવો પડશે.
' રહેવું પડે તો રહો, કુટુંબને સાચવવું પડે તો સાચો, નભાવવું પડે તો નભાવો; પરંતુ એનાથી તમે અભિમાની ન થશે. એના વડે તમે સમૃદ્ધિનું અભિમાન કરશો તો જ્ઞાનીઓ તમને “મિથ્યાભિમાની’ કહેશે. સ્વભાવમાં રહેલા સદ્ગુણોને કંઈ ન માનવા અને પર વસ્તુઓને કંઈક માનવી એનું નામ મિથ્યાપણું. સાચાને ખોટું માનવું અને ખોટાને સાચું માનવું તેનું નામ મિયાપણું.
આજે આપણે આવું માનીએ છીએ. આપણું આકર્ષણ સગુણ તરફ નહિ દુનિયાદારી તરફ વધતું જાય છે. આથી આનો અર્થ એ થયો કે આપણું મન વિભાવદશામાં રમી રહ્યું છે. મન જો સ્વભાવદશામાં રમતું હોય તો દુનિયાદારી ભણી ઉદાસ હોય અને સ્વ-સ્થિતિમાં ઉલ્લાસમય હોય.
૧૨૮