________________
ધારો કે તમારી પાસે સોનાની પાટ છે. પરંતુ રાત્રે સૂવાનું તો રૂની ગાદી ઉપર છે, સોનાની પાટ ઉપર નહિ. એટલે, સોનાની પાટ તો સૂવાના કામમાં પણ નથી લાગતી. સવારના પહોરમાં ટાઢ વાતી હોય તો એ સોનાની પાટને ગરમ કામળાની જેમ છાતી ઉપર ઓઢી પણ નહિ શકો. બસ, એટલું મનમાં માનવાનું રહેશે કે મારા ઘરમાં સોનાની પાટ પડી છે, એ મારી માલિકીની છે. આનું પરિણામ એ આવશે કે, પાટની ચિંતાથી એની ઊંઘ ઊડી જાય એટલું જ સુખ એને થશે!
જેની પાસે સોનાની પાટ નહિ હોય એ ઘડીભર માનશે કે મારી પાસે આ નથી, પરંતુ એની ઊંઘ નહિ ઊડે એ વાત ચોક્કસ,
સેનાની પાટવાળાને સુખની સ્મૃતિ મણ દુ:ખની કારણ બને છે ! વિચિત્ર છતાં કેવી સાચી વાત !
આપણે એવી અજ્ઞાન દશામાં વિચરીએ છીએ. આપણી ઉપર મોહનો એવો થર જામેલો છે, જેને લીધે જ્ઞાનનાં કિરણો આપણા અંતરમાં પ્રવેશતાં નથી.
જ્ઞાનીઓએ તો જોયું કે જેમ દારૂ પીનારો દારૂ પીએ છે, ત્યારે પિતાનું ભાન ને પોતાની શાન વીસરી જાય છે અને ગમે ત્યાં ગમે તેમ આળોટવા માંડે છે, તેવી રીતે આપણે આત્મા આજે વીત્યા મેરમ પ્રમ
રાં મામૂર્ત વરાત્િ – મેહની મદિરા પીને આજે ઉન્મત્ત બન્યો છે. જે વસ્તુ સ્પર્શવાથી પણ અભડાઈ જવાય એવા પદાર્થોમાં એણે આજે સુખ માન્યું છે. આવાં અશાશ્વત અને અશુદ્ધ પદાર્થોમાં સુખ માનનારાએને જ્ઞાનીઓ કહે છે કે, “ જેમાં તું સુખ માને છે કે માણે છે તે વધારેમાં વધારે દુ:ખ છે.'
પણ આ વાત સાચી તો ત્યારે જ લાગે, જ્યારે આપણાં જ્ઞાનચક્ષુએ ઊઘડી જાય. આજે લોકો એમ માને છે કે આપણી પાસે દશ-પંદર કરોડ રૂપિયા હોય તો આપણે વધારે સુખી થઈએ. પણ એને ખબર નથી કે પચીસ– પચાસ લાખ રૂપિયા સાચવવા મથનારાની પણ ઊંઘ ઊડી જાય છે, તો પછી દશ-પંદર કરોડવાળાની શી દશા થાય ?
બીજી પણ એક વાત વિચારવા જેવી છે. પૈસો કદી એકલે નથી આવતો ઘણાંને સાથે લઇને આવે છે. થોડીક ચિંતા, થોડાક દુર્ગુણ, ડાંક અસત્ય, થોડીક ક્રૂરતા, થોડાક દંભ ને થોડાંક પાખંડને લઈ આવે છે. આ બધાં આવે તો જ એ આવે છે, નહિતર નહિ–જેમ વડીલને નોતરું આપીએ ને છોકરાનું લશ્કર સાથે આવે તેમ,
. ૧૨૭