________________
એટલા માટે જ કહ્યું કે, ધમ આત્મા દુનિયાના ગમે તેવા વાતાવરણમાં પણ દુ:ખી નહિ હોય. એ તો સ્વગુણના ચિંતનમાં સદા પ્રસન્ન હશે. એના મુખની પ્રસન્નતા અને શાંતિ જોઈને જ આપણને એમ થાય કે આ માણસ સુખી હોવો જોઈએ.
ત્રીજો સદ્ગુણ છે પ્રકૃતિની સૌમ્યતા.
મોઢામાં મીઠાશ રાખે અને મનમાં કટુતા રાખે એને પ્રકૃતિ સૌમ્ય ન કહેવાય. દેખાવે સૌમ્ય તે પ્રકૃતિ-સૌમ્ય નથી. પરંતુ જેને સ્વભાવ જ સૌમ્ય થઈ ગયો છે એવાને પ્રકૃતિ સૌમ્ય કહેવાય.
વેપારીને ત્યાં કોઈ ઘરાક આવે અને કહે કે, “શેઠ, તમે તો જઠ કહે છે. તમે તો સાવ ખોટા છો. એ વખતે વેપારીને એમ થઈ જ જવાનું કે આ ત્રણ બદામનો માણસ મને જૂઠો કહે છે?! છતાં વેપારી ગુસ્સે થયો હોય એમ દેખાતું નથી, કારણ કે, તે જાણે છે કે, “આ તો મારું ઘરાક છે. જો આંખ લાલ કરીશ અને ડોળા કાઢીશ તો ઘરાક ઊઠીને ચાલવા માંડશે.’
એનો અર્થ એ થયો કે, ઘરાક જે વાત કહે છે તે વેપારીને ગમતી નથી, છતાં પણ હસીને વાત ગળી જાય છે. કારણ કે, તેમાં એનો સ્વાર્થ છે.
પણ, સ્વાર્થ હોય તો તે બધાય ગળી જાય. રોટલો આપનારો માનવી કૂતરાના પેટ ઉપર પગ મૂકશે તો પણ કૂતરું એના પગ ચાટવા માંડશે. કારણ કે, એ જાણે છે કે રોટલો આમાંથી મળવાનો છે. | સ્વાર્થ હોય ત્યારે પ્રકૃતિસૌમ્ય બની જવું એ તો સહજ છે; પણ જ્યાંથી કશું મળવાનું ન હોય એવા સ્થાને પ્રકૃતિસૌમ્ય બની જવું કઠણ વાત છે.
પ્રકૃતિ સૌમ્ય થવું એટલે સ્વભાવથી જ સૌમ્ય થવું, ઉગ્રતાને અળગી રાખવી, નિરંતર ભલાઇમાં રચ્યાપચ્યા રહેવું.
વાતવાતમાં તપી જનાર માટે કહીએ છીએ કે, “ભાઇ, એના બોલવા સામે બહુ ધ્યાન ન આપશો; કારણ કે તપી જવું એ એનો સ્વભાવ છે. કોઈકે માણસ વાતવાતમાં અપશબ્દો બોલતો હોય તો આપણે સમજી જઇએ છીએ કે આ માણસ સ્વભાવને જ એવો છે.
આવો જ એવો છે. ' જીવનને માપવા માટેના આજના આપણા માપદડ ખોટા છે. એ માપદંડ તો બારીકમાં બારીક ભેદને પરખનાર અને પકડી પાડનાર હોવો જોઇએ, જેના વડે આપણા જીવનનું આપણે દર્શન કરી શકીએ.
૧૨૯