________________
પોતાના પતિના મિત્રને બચાવવાના એણે નિર્ધાર કર્યો.
ઉદયચન્દ્ર આઠ દિવસ માટે બહારગામ ગયો હતો. સુશીલા,ઘેર એકલી હતી. આ અવસર ઉચિત જાણી વિદ્ય ચન્દ્ર મિત્રના ઘેર આવી પહોંચ્યો. સુશીલા એની ફુટિલ ભાવના સમજી ગઇ, કારણ કે એના હુંયામાં પવિત્રતાનુ ઝરણું વહેતુ હતું.
વિદ્ય ચન્દ્ર સ્મિત કરી કહ્યું : મારા મિત્ર ઘેર નથી, તમે એકલાં છે. તમને એકલવાયાપણું ન લાગે એ માટે હું શયન કરવા આજે અહીં જ આવુ તે ?”
વિષયાધીન આત્માઓ વિષયમાં એવા તો ચકચૂર બની જાય છે કે તે અવસ્થામાં લજજા જેવી અપૂર્વ ચીજને પણ એ તિલાંજલિ આપી બેસે છે! કામના કીચડમાં ખૂંચતા વિદ્યચન્દ્રને બચાવવાની બુદ્ધિથી સુશીલાએ કહ્યું : ‘ જેવી આપની ઇચ્છા !'
આ કપ્રિય શબ્દો સાંભળી એનું હુંયું આનંદથી નાચી ઊઠયું. એના મનમાં આનંદની અનેક લહેરીએ લહેરાવા લાગી. એ મનમાં જ બબડવો : ‘ ચાલા, ધારણા સફળ થઇ.’
સુશીલાએ એક સુંદર ઢેલીએ ઢાળ્યો. અને એના પર એક સુંદર અને સુંવાળા ગાલીચા બિછાવ્યા. એના પર રેશમ અને જરીના ઊંચાંમાં ઊંચાં શેલાં પાથર્યા. માર્ગમાં પણ ઊંચામાં ઊંચા ગાલીચા પાથર્યા. દીપમાળાથી ઓરડો એવા તો સુશેાભિત કર્યો કે, જાણે સ્વર્ગના એક ટુકડો પૃથ્વી પર અવતર્યા. પણ આંગણામાં તે બધે કીચડ ને ડામર જ પાથર્યાં.
રાત્રિના આઠના ટકોરા થયા ને દ્વાર ઊઘડયું. દીપમાળાના ઝગમગાટથી ઝગમગતા ઓરડાને જોઇ, વિદ્યુતના મનમાં ઊર્મિ એની છેળા ઊછળવા લાગી. એને થયું કે, આ ભભક તો મારે માટે જ છે ને !
ઘુવડ દિવસે અન્ધ હોય છે, કાગડો રાત્રે અન્ધ બને છે; પણ કામી તો સદા અંધ હોય છે. કામથી અંધ બનેલા વિદ્યત એરંડા ભણી ધસ્યો. પણ એરડાનાં દ્વાર આગળ બિછાવેલા રેશમી ગાલીચાઓ જોઈ, એ થંભી ગયા. એક ડગલું પણ આગળ ન વધી શકયો.
એણે પૂછ્યું' : ‘આ ગાલીચા અને જરીનાં શેલાં શા માટે ?” આપ પધારવાના છે. એટલા માટે.’
આ ગાલીચા અને જરીનાં શેલાં રસ્તામાંથી કાઢી નાખો, તમારા આંગણામાં કાદવ ને ડામર પડયાં હતાં, એમાં મારા પગ ખરડાઇ ગયા છે. આ ખરડાયેલા પગ ગાલીચા પર મુકુ તે એ બગડી ન જાય !”
૧૦૫