________________
પ્રશ્ન-ત્રિપુટી
ક શિષ્ય ગુરુને પ્રશ્ન પૂછયો : “તીર્થ પરં કિમ.' ભગવન, હવે મને બતાવો, કે સૌથી સારું તીર્થ કયું?”
ગુરુદેવે ઉત્તર આપ્યો : “સ્વ મન વિશુદ્ધ.'
પહેલામાં પહેલું તીર્થ એટલે મન. મનને ચોખ્ખું કર્યા પછી જ તમે જ્યાં જવું હોય ત્યાં જજો. તમે જ્યારે તીર્થમાં જાવ ત્યારે મનમાં જો મેલ નહિ હોય, તમારું મન જો શુદ્ધ હશે, તમારા ચિત્તમાં રાગદ્વેષના વિચાર નહિ હોય, તે ભગવાનની છાયા તમારા હૃદય ઉપર પડી જશે. તમારા હૃદયમાં એનું પ્રતિબિંબ પડશે. | નેગેટીવ–પોઝીટીવનો નિયમ છે કે નેગેટીવ હોય એના ઉપર કોઈ પણ જાતની છાપ પડેલી ન હોવી જોઇએ. વળી, એને અંધારામાં જ રાખવી જોઈએ. એ એવી કેબીન હોવી જોઇએ કે જ્યાં સ્વીચ દબાય ને ઢાંકણું ઊઘડે કે તરત જ સામે જે આકૃતિ હોય તે પકડાઈ જાય.
આનું કારણ એ છે કે નેગેટીવ ક્લીઅર છે. જો એનામાં કોઈ ધબ્બો પડી ગયો હોય તો પછી તમે ફોટો લેવા જાવ તો આવશે નહિ. નેગેટીવને જેમ સાચવીને બરાબર ગોઠવી દેવામાં આવે છે ને બરાબર તૈયાર કરીને પેલી ફિલ્મને ગોઠવી નાખેલી હોય છે ને પછી ફોટો લેવાનો હોય ત્યારે જેવી રીતે ચાંપ દાબો કે તરત જ ચિત્ર આવી જાય છે તેમ, આપણા હૃદયને પણ તૈયાર કરીને જવું પડે છે.
જાત્રા કરવા નીકળતાં પહેલાં જાત્રાળુએ પુરી તૈયારી કરવાની હોય છે. આ તૌયારી કઈ તે જાણો છો ? ન જાણતા હો તે, જાએ કહું. ત્યાં ગયા પછી કોઈને કાગળ લખવો નહિ. કોઇ સોદો મગજ ઉપર