Book Title: Prakashni Kedi
Author(s): Chitrabhanu
Publisher: Punit Prakashan Mandir

Previous | Next

Page 114
________________ રાખવો નહિ. કોઇ સગાં-વહાલાંની તબિયત માથે રાખવી નહિ. ત્યાં ગયા પછી અહંભાવ, પ્રશંસા, મોટાઈ, સ્તુતિ વગેરે રાખવાં નહિ. ત્યાં જઇએ એટલે મીણ જેવા બની જવું જોઈએ. ત્યાં તો એવી તૈયારી સાથે જવું જાઈએ કે પ્રભુનું ત્યાં જે દર્શન કરીએ તેની છાપ હૃદયમાં ઊપસી આવે. આપણે કોઈ ત્યાગી મહાત્મા પાસે જઇએ અને જો એ ત્યાગની છબી આપણા હૃદયમાં થોડી વાર માટે પણ ન ઊપસે, ત્યાં પણ આપણે જો શાંતિ ન રાખી શકીએ, તે તમે વીતરાગ પાસે ગયા એનો અર્થ શો ? • તમે ગયા, પ્રક્ષાલ કર્યો, સ્વચ્છ કર્યું, ધૂપ કર્યો ને પછી કેસરની વાડકી લેવા માટે ગયા. અને એટલામાં પેલો વાટ જોઈને બેઠેલો ૨૫-૨૫ કરીને પૂજા કરી જાય તો ? સાચેસાચું બોલજો, તમારી આંખમાં થોડોઘણો પણ લાલ રંગ તે આવી જાયને એ ઘડીએ ? થોડો પણ ક્રોધનો રંગ આવવાનો જ. જો તમે મૂરખ હશો તે એવું મોટેથી બોલી ઊઠશો કે, “કંઈ ભાનબાન છે કે નહિ ?' જો તમે શાણા અને સમજદાર હશો તો મનમાં કહેશો કે, “મૂરખ માણસ, મેં ધૂપ કર્યો. હું પૂજા કરવાની તૈયારીમાં જ હતો. એમાં આપણે આવીને ટપ-ટપ કરીને આ કરી નાખ્યું !' આવો ભાવ મનમાં પણ કેમ જાગો જોઇએ? એ વખતે આપણે તો પ્રસન્ન થવું જોઈએ, કે મારા કરતાં આની ભાવના કેવી ઊંચી કે એણે તરત જ વિના વિલંબે લાભ લઈ લીધો..તમારા મનમાં આવો ભાવ હશે તો તમે સામેથી જ કહેશો, લો ભાઈ, પહેલાં તમે કરી લો પૂજા.” આખર તો જે કરવાનું છે તે ભાવનાથી કરવાનું છે. પહેલી પૂજાનો અર્થ પણ હૃદયમાં પડેલો છે. તમે જે ભાવના કરી તો પહેલી પૂજા થઈ ગઈ એમ માનજો. એટલે, વાત એ છે કે આપણું હૃદય ધીમે ધીમે એવું શુદ્ધ બનાવવું , જોઈએ કે વીતરાગનાં ભાવો મંદિરમાં પણ આપણામાં બેસે. એ જ ભાવ આપણા ઘેરે પણ આપણી સાથે આવે. દુકાને પણ આપણી સાથે આવે. વ્યવહારમાં પણ આપણને દોરે. આપણા અંતરમાં વસેલી શાન્તિ અને આપણા સ્વભાવમાં વસેલી કમળતા તેમજ સૌમ્યતાની અસર આપણા ઘરના માણસ ઉપર ધીરે ધીરે એવી સરસ થવી જોઈએ કે જેને લીધે એક વાતાવરણ જ ઊભું થાય અને લોકો પણ કહે કે, “નહિ, ખરેખર આ એક સાચા પ્રકારનો ધમ આત્મા છે. પણ..આ ત્યારે જ બની શકે, જ્યારે આપણા જીવનમાં સૌમ્યતા

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172