________________
સ્વભાવની નમ્રતા
કૃતિ-સૌમ્યત્વે એ એક મહત્ત્વનો સગુણ છે. એમાં એવી સંકલના છે કે, એક વસ્તુ આવે તો બીજી આવે અને બીજી આવે પછી ત્રીજી આવે. એટલે, એક વસ્તુ પહેલાં તૈયાર ન થઈ હોય તો, બીજી વસ્તુમી પછી મુશ્કેલી પડે છે; અને બીજી તૈયાર ન હોય તો ત્રીજી પણ અઘરી પડે. માટે જ ગુણની સંકલના કરવામાં આવી છે. સુદ્રતાનો ત્યાગ કરે તો જ માણસ સૌમ્ય બને છે. * .
જ્ઞાનીઓ આપણને દેખાવ કરવાનું નથી કહેતા, એ તો આચરણમાં ઉતારવાનું કહે છે.
ડેલ કાર્નેગીએ જીવનમાં આગળ વધવાની સમજ આપતું પુસ્તક લખ્યું છે. એ પુસ્તકનું નામ છે “ How To Win Friends And Influence People.’ આ પુસ્તકની લાખો નકલો દુનિયામાં ખપી ગઈ છે. ગુજરાતીમાં પણ “જિંદગી જીવવાની જડીબુટ્ટી” એ નામથી એની દશબાર લાખ નકલો ઊપડે છે. તે મારે તમને સૌને અહીં પૂછવું છે કે, એની અંદર અને આ મહાપુરુષેની વાતની અંદર ફેર શો છે?
તે લોકો એમ કહે છે કે તમે સૌમ્યતા અને સભ્યતાનો દેખાવ રાખે. જ્યારે મહાપુરુષો કહે છે કે, દેખાવ નહિ; તમે એને તમારા જીવનમાં વણી નાખે. દેખાવ તો છેતરવા માટે છે, જ્યારે એવા ગુણને જીવનમાં વણવાની ક્રિયા આપણી જાતને સુધારવા માટે છે. જ્ઞાનીઓ કહે છે કે દેખાવ દુનિયામાં માન અપાવશે, પણ એથી આત્માનું કલ્યાણ નહિ થાય. આત્માનું કલ્યાણ કરવું હોય તો તો અંદરથી સુધરો.
દવાઓ પણ બે પ્રકારની હોય છે. માથું દુખતું હોય ત્યારે આપણે