________________
પણ બગડી જાય છે. મરણ વખતે પણ આપણું ધ્યાન એવી વસ્તુઓ પર હોય છે કે આપણે સુખથી કે શાનિતથી વિદાય લઈ શકતાં નથી.
મરણ આવે તે પહેલાં કામની ભાવના છૂટી જાય, મરણ આવે તે પહેલાં કનકનો મોહ છુટી જાય, ને તમે છોકરાઓને કહો કે હવે તમે બધું સંભાળી લો. હવે મારું નામ પૈસાની બાબતમાં ન લે. જયારે જરૂર પડશે ત્યારે તમારી પાસેથી માગી લઇશ, કે આજે મારે ધર્માદા કરવાના છે.
આમ તમે એવી રીતની વ્યવસ્થા ગોઠવી દો કે મરણ વખતે એમાં તમારો જીવ અટવાઈ ન જાય. - હવે ત્રીજો પ્રશ્ન પૂછાયો : “રોજ અમારે સાંભળવું શું?”
જવાબ મળ્યો : “ગુરુનાં વાક્યો નિત્ય સાંભળો.” સ્વયંપ્રકાશિત એવા વીતરાગના માર્ગના જે સાધુઓ છે તે તમને જે વાત કહેશે તે તમારા આત્માના ઉદ્ધાર માટેની જ હશે.'
ગુરુઓનાં વાકયો તો ત્યાગના માર્ગે લઈ જનારાં હશે. સંસારનો માણસ ધમીં હોય તો પણ સ્વાથીં હોય છે. ઘણા એવા કે ત્યાગની વાત કરે, ધર્મની વાત કરે, પણ જ્યાં ઘેર આવે ત્યારે મનને કહે, “આ તારું કામ નથી.'
શ્રેણીક મહારાજાની એક વાત આવે છે.
ભગવાન પધારેલા છે. તેમને સાંભળવાનું રાણી ચેલણાને મન થઈ આવે છે. એટલે ધારણી રાણીને કહે છે: “ચાલો, આપણે ભગવાનનું વ્યાખ્યાન સાંભળવા જઇએ.'
ત્યારે મેત કહે છે કે, “હું આવું ત્યારે કહે, “હા, તારે તો આવવું જ જોઈએ.’ અને મેતકુમાર આવ્યા. વાણી સાંભળી અને હૃદયમાં ઊતરી ગઈ. એવી ઊતરી ગઈ, કે જાણે પહેલવહેલી ધરતી પર મેઘ વરસ્યો. પછી તો બીજ રોપાયું અને ઊગી નીકળ્યું.
એક વૃદ્ધ ભાઈ મને કહેતા : “મહારાજ, તમે વ્યાખ્યાન દો છો તે તમારા ગુરુનું નામ શું ?' મેં કહ્યું : “ચંદ્રસાગરજી મહારાજ.”
, પછી કહે : ‘તમારા દાદાગુરુનું નામ શું ?' તો કહ્યું : “ સાગરજી મહારાજ.”
પછી કહે : 'ઓહોહો..સાગરજી મહારાજનાં વ્યાખ્યાન પણ અમે સાંભળેલાં છે. એટલે તમે તો એમના પૌત્ર થાવ.”
મેં કહ્યું : “વાત સાચી છે. તમે તો એવા પાકટ કે અમારા દાદાગુરુને સાંભળ્યા, ગુરુને સાંભળ્યા, એટલે હવે મને કે મારા અનુગામીને સાંભળશો તોય એમાં તમને શું અસર થવાની છે ?'