________________
“કલ કરે સે આજ કર, આજે કરે સે અબ અવસર બીતા જાત હૈ, ફિર કરેગે છે ?
બીજા ભાઈએ એને ફેરવીને બીજી રીતે કહ્યું : કલ મરે સે આજ મર, આજ મરે સે અબ, ત્યુ-યુટી આ ગઈ, ફિર મરેગે બ ?” એટલે, હવે તે મરવા માટેનો પણ ટેક્ષ આવી ગયો. પણ, આ ટેક્ષ કોને માટે છે?—જેની પાસે ખૂબ ધન છે તેને માટે છે.
જેની પાસે ઓછું ધન છે તેને તે ટેક્ષ—બેક્ષ કંઇ વળગતું નથી એ તો ખપ પૂરતું રળે છે ને ખાય છે. ચોપડા તો શેઠિયાઓને રાખવા પડે છે. ટેક્ષ અને ડયુટી તો એવા બધાને હોય છે. પણ જેને બાર મહિને ત્રણ હજારથી ઓછી આવક થતી હોય એને શું નહાવા-નિચોવવાનું ?
તમે લાખ મેળવો છો ત્યારે સરકાર તમારી પાસેથી પચાસ-સાઠ હજાર રૂપિયા પડાવે છે. તમે દિલ પ્રસન્ન રાખીને દાન નથી કરતા તે સરકાર તમને રડાવીને તમારી પાસે દાન કરાવે છે.
પહેલાંના લોકો દ્રવ્યમાંથી દસ ટકા (દશાંશ) કાઢતા હતા. કારણ કે સહધમાં એ દુ:ખી ન હોય, એમની સ્થિતિ સારી હોવી જોઇએ, એવી એમના દિલમાં ભાવના હતી..પિતાના સહધર્માએ દુ:ખી હોય તો એમના દિલમાં દુ:ખ ઊભરાતું હતું.
- હવે વાત બદલાઈ ગઈ. ‘એ એનું ફોડી લેશે, મારે શું ?'ની સ્વાર્થબુદ્ધિ વ્યાપક બની છે. એટલે જ આજે તમારું કપાળ સરકાર ફાડવા બેઠી છે. અને તમારી પાસેથી મેળવીને ગરીબ પાસે પહોંચતા કરે છે.
એટલે, આખરે તો સરકાર તમારી પાસેથી ફરજિયાત દાન કરાવવા માટે જ ટેક્ષ નાખે છે.
આમ, કનક એ એક એવી વસ્તુ છે કે માનવી એમાં જેમ વધારે બંધાએલો હોય છે તેમ તે પોતાની જાતને વધારે મુકત માને છે. જ્યારે જ્ઞાનીઓ સાચી રીતે સમજે છે કે આવો માનવી મુકત નથી, પણ જડબેસલાક બંધાયેલ છે. આ વાતની તમારે ખાત્રી કરવી હોય તે, સંસારી આત્માનું મૃત્યુ જાઓ અને સાધુ આત્માનું મૃત્યુ જાઓ. સાધુએ તો સૂતાં સૂતાં, વાતે કરતાં કરતાં, બેઠાં બેઠાં, જ્ઞાનની ચર્ચા કરતાં કરતાં મૃત્યુ પામતા હોય છે.
શાન્તિથી બેઠાં બેઠાં વિચાર કરવાનો છે કે આપણું જીવન કેવી રીતે વીતી રહ્યું છે. આજે આપણું જીવન પણ શાન્તિથી વીતતું નથી અને મૃત્યુ પણ શાન્તિથી થતું નથી. આપણું જીવન જો બગડી જાય તો આપણું મરણ