________________
આમ આચાર્ય અગર તે “મુનિ એ શબ્દ જ તેમની મહત્તાને ન્યાય આપવા માટે પૂરતા છે. છતાં આપણને એમ લાગે છે કે એ શબ્દમાં કંઈક ઓછું છે એટલે બસ લગાવો...સુપ્રસિદ્ધ વકતા મુનિ ચંદ્રપ્રભસાગરજી.... લગાવો.,
અલ્યા, પણ મુનિ થયો એટલે મૌન રહેવાનું છે અને એમાંથી સમય મળે ત્યારે કંઈક બોલવાનું છે. પણ આ “મુનિ એને સમજાયું નથી એટલે એને આગળ વિશેષણ લગાડવું પડે છે.
એટલે ખરી વાત તો એ છે કે, જો આપણે ઊંડા ઊતરીને વિચારીશું તો ખ્યાલ આવશે કે, આપણે બાહ્ય વાતોમાં બહુ રમીએ છીએ. અને એટલા બધા રમતા થઇ ગયા છીએ કે ઘરમાં તે જવાનું મન જ થતું નથી,
પેલું નાનકડું છોકરું ધૂળમાં ઘર બનાવે, રમત રમ્યા કરે, ફર્યા કરે. બહાર ખાય, બહાર રખડે, પણ એને યાદ આવતું નથી કે, ‘મારી મા ત્યાં વાટ જુએ છે બાપડી. મા બોલાવી રહી છે, એણે રસોઈ બનાવી છે. મારે નહાવાનું છે, ધોવાનું છે, ખાવાનું છે–એની કશી ખબર પેલા છોકરાને નથી. એ તો એક રમતમાંથી બીજી રમત, બીજીમાંથી ત્રીજી, ત્રીજીમંથી ચોથી અને એમ ને એમ રમતમાં લીન બની જાય છે.
એટલી બધી એણે રમતો માંડી છે કે, એ તો એટલું બધું મગ્ન બની ગયું છે, કે મા રાહ જાએ છે, ખાવા માટે બોલાવે છે. બધું તૈયાર છે, છતાં બાળકને તે કશું યાદ આવતું નથી.
જ્ઞાનીઓ કહે છે કે, પ્રભુરૂપી માતા પણ વાટ જોઇને બોલાવી રહી છે કે, તું અંદર આવ, ને તારો નું વિચાર કર.” પરંતુ, એ તો એવો મેહમાં અને બાહ્ય જીવમાં લાગી ગએલો છે કે એ સતત ઝંખ્યા જ કરે છે કે મારું નામ આવે મારી પ્રસિદ્ધિ થાય, હું આખા સમાજમાં બહાર આવી જઉં.
એ બધામાં તારું શું વળવાનું ? તને કઈ શાંતિ મળવાની? આખી દુનિયા તારાં ગુણગાન ગાય, પણ આત્મામાં જો સમતા નહિ હોય તો આખી દુનિયાના ગુણગાનથી પણ અંદર સુખ નહિ મળે.
એટલા માટે જ વિચાર કરવાનો છે કે, “તું બહાર ન જા. ડીક વાર પણ તને લઈને તું અંદર આવે. બેસીને વિચાર કર કે તારું ભૂષણ શું? તારો અલકાર ? તારો દાગીનો કયો?”
૧૦૩