________________
આનંદમય, અન ંત જ્ઞાનમય, અનંત શાંતિમય ને અનંત સુખમય હોય છે. બહારના કોઈ પણ પદાર્થ આવીને તમારી એ પૂર્ણતાને ક્ષુબ્ધ કરી શકતા નથી. તમારા અંતરમાંથી પૂર્ણતા જો પ્રગટેલી હશે અને જો બહારથી કોઇ માણસ આવીને કહેશે કે તમે બહુ સારા છે, તમે બહુ ગુણિયલ છે, તો પેલાને કઈં નહિ થાય. એ જરાય નહિ ફુલાય. બીજો આવીને કદાચ કહેશે કે તમે નાલાયક છે, લુચ્ચા છે તા એને જરાય દ્વેષ નહિ થાય. એ કહેશે કે મારે શું ભાઇ ? હું મારાથી પૂ છું. એ માણસની સ્તુતિથી હું પૂર્ણ થવાના નથી અને આ માણસની નિંદાથી હું અપૂર્ણ થવાના નથી. હું તા જે છું તે જ છું. આની નિંદા મારામાં હીનતા પણ લાવી શકવાની નથી અને આની પ્રશંસા મારામાં અભિવૃદ્ધિ પણ કરી શકવાની નથી. કારણ કે મારું તત્ત્વ તો જુદું છે. એ તો ‘ બહારના છે અને હું બહારની વસ્તુઓથી પર છું.
આવી—ન તેા હ, ન તા શાકદશા ધીમેધીમે કેળવવાની છે. અને એ કેળવવાની વાત બહુ આકરી છે. હમણાં હું કહું અને મારામાં આવી જાય અને વળી પાછી તમારામાં આવી જાય એવી વાત માનવા જેવી નથી. એની પાછળ આપણે પ્રયત્ન કરીએ, એની પાછળ આપણે લાગી રહીએ, તો કો’ક દહાડો પણ એ બાબતમાં આપણે જરૂર સફળ થઇએ.
જડ બુદ્ધિના છેાકરાએ જો પહેલે વર્ષે નાપાસ થઇ જાય તા એ કહેશે કે, ના બીજી વાર. પછી ત્રીજી વાર. ચેથી વાર, પાંચમી વાર–એકએક વિષય (Subject) લઇશું અને દર વર્ષે પરીક્ષા આપીશું. સાત વર્ષે સાત વિષય તા થશેને? ઠોઠ વિદ્યાર્થી પણ જો આટલી ધીરજ રાખે તે પાસ થઇ શકે છે.
આવા, ઠોઠ વિદ્યાર્થી કરતાં પણ જંઇએ તેવા તે આપણે નથી. પણ એક વાત એ છે કે એને માટેના પ્રયત્ન આપણે આદર્યો નથી.
બહારની ધમાધમ તે ખૂબ કરીએ છીએ, પણ અંતરમાં કંઇક શાંતિનો કે.સુખને અનુભવ થાય છે ખરો ? મૌન લઇને બેઠા હોઈએ ને ખૂણામાં બેઠોબેઠો કોઈ વાત કરતા હાય કે, ‘માળા દેખાવ કરે છે ભગતના, પણ પહેલા નંબરના બગભગત છે !” આવા શબ્દો તમારા કાનમાં પડે તે તમે શું કરો? તમે તરત જ એની પાસે જવાના અને કહેશેા, ‘ શું છે ? મારી વાત કરે છે? તું બગભગત છુ ? તારો બાપ બગભગત હશે, હું નથી, સમજ્યો !’...અને બસ પારાયણ ચાલ્યું !
આ આપણી એક કસાટી છે. એ વખતે આપણે એટલા વિચાર કરી શકતા નથી કે આ તપના સમય છે. અને એ સમયે બધું ભૂલી જવું જોઈ
७
૧૦૧