Book Title: Prakashni Kedi
Author(s): Chitrabhanu
Publisher: Punit Prakashan Mandir

Previous | Next

Page 110
________________ નામ પર લાખ કરોડો માનવીઓ કુરબાની આપવા તૈયાર હતા. એના હૈયામાં માનવતાનો દીપક સદાય જલતો રહેતો. વૈભવના વાયરા એ અમર દીપકને બુઝાવવા અસમર્થ હતા. એક વાર ગામડિયાના ગુપ્ત વેશે રશિયાની પ્રજાની જીદનચર્ચા જોવા એ નીકળ્યો. એકલો જ પરિભ્રમણ કરતો, એ એક નાનકડા શહેરમાં પેઠો. અને એની નજર પડી એક અક્કડ લશ્કરી અમલદાર પર! ચાર રસ્તા આગળ એક સુંદર મકાનની ભીંતને ટેકો દઈ એ અમલદાર ઊભો હતો. એના ઊભા રહેવાની ઢબ કોઇ અણનમ અક્કડ પહાડની પ્રતીતિ કરાવતી હતી. બે પગ પહોળા કરી, છાતી ફુલાવી, મૂછો પર વળદઇને બેપરવાથી ચીરૂટ પીતા લશ્કરી પોશાકમાં સજજ થયેલ આ અમલદારને જોઈ, એલેફઝાન્ડર તો દંગ થઈ ગયો. માનવી સત્તાના મદમાં આટલો મત્ત થઈ જતો હશે એની કલ્પના આવા મહાનુભાવને તો આવવી જ અશક્ય છે! નમ્ર માનવ બધાને નમ્ર જ માને. જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ ! જાણે સહજભાવે એલેક્ઝાન્ડરે તેને નમન કરી પૂછયું : સાહેબ, કાલેગા જવાનો માર્ગ કયો !” આ તો ઊંદર સિંહને કહે છે કે, તારા દાંત ગણવા દે, તેના જેવું થયું. નાના માનવીને વળી મોટા માણસ સાથે વાત કરવાનો શો અધિકાર ? એમાં વળી એક સાધારણ ખેડૂત અસાધારણ મેજરને પ્રશ્ન પૂછે એટલે તે આવી જ બન્યું ને ! ઘૂરકીને ગર્વથી ચીરૂટનો ધૂમાડો કાઢતાં એણે કહ્યું : ‘નાકની ડાંડીએ સીધો ચાલ્યો જા.' . સત્તાથી છકી ગયેલા અમલદારની મગરૂરી પર એક ગૂઢ હાસ્ય કરી સમ્રાટે કહ્યું : 'સાહેબ ! આપને ખોટું ન લાગે તે, એક વાત પૂછું?” ગર્વથી એણે ટૂંકો ઉત્તર વાળ્યો : “પૂછે !' “સાહેબ ! આપનો હોદ્દો કોઈ મોટો લાગે છે ! આપ હમણાં કયા હોદ્દાને શોભાવો છો ?' ‘તું જ કલ્પના કર જોઈએ ! “ ધુમાડાને ગોટો એના મોઢા પર ફૂંકતાં એણે કહ્યું. ' આપનો હોદ્દો લેફ્ટનન્ટ હોવો જોઈએ. “ મેજર : “એથીય ઊંચો.” જરા આશ્ચર્યચકિત થતાં એલેક્ઝાન્ડરે કહ્યું : “તે પછી કેપ્ટન !' મેજર : એથીય ઊંચો.” ૧૦૭

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172