________________
ન શોભે...ત્યારે આ અલંકાર તો સમય જશે ત્યારે ખરતા જશે. પણ તમારા આત્માનો જે અલંકાર છે એ મરણ પછી પણ ભેગો જશે, પણ ખરશે નહિ. આ અલંકાર ગમે તે વયમાં એકસરખી શોભા આપશે. આ અલંકાર મહાપુરુષોએ પહેર્યા છે. - ભરત ચક્રવતી અરીસા-ભુવનમાં આવ્યા છે. ત્યાગી પણ રાગી થઇ જાય એવું એ સ્થાન છે. પોતે સુંદર રૂપવાળા છે. પ્રભાવશાળી એવું વ્યકિતત્વ છે. એવા પ્રકારના ભરત ચક્રવતી અરીસાભુવનમાં પોતાનું મુખ જોવા માટે આવ્યા છે. તે દરમ્યાન તેમની પોતાની આંગળીમાંથી એક વીંટી સરકી જાય છે.
એ વિચાર કરે છે કે વીંટી વિના આંગળી સુંદર લાગતી નથી. તો હું વીંટીથી શોભું કે વીંટી મારાથી શોભે ?! કોણ કોનાથી શોભે? આજે અવસ્થા એ છે કે વસ્તુઓ જો ન હોય તો એના વિના આપણે ભૂંડા લાગીએ છીએ. જે માણસ ચશ્માં પહેરતો હોય એને ચશ્માં વિના ગમતું નથી એ કહે છે, “રોજની ટેવ પડી એટલે પહેરવાં પડે છે. જે માણસ કાયમ કાંડે ઘડિયાળ બાંધતો હોય છે એને ઘડિયાળ ન બાંધી હોય ત્યારે હાથ ખાલી ખાલી લાગે છે. જે માણસ કોટ પહેરતો હોય તે કોટ પહેર્યા વિના બહાર મીકળે ત્યારે એને પોતાને ગમતું નથી. એટલે, આજે વસ્તુઓ એવી વિચિત્ર રીતે આપણા ઉપર ચઢી બેઠેલી છે કે એના વિના જાણે આપણે સારા લાગતા નથી.
- ભરત ચક્રવતી કહે છે કે આ આંગળી હીરા–પન્નાથી શોભતી હતી તે આજે કેમ આવી લાગે છે? આહા.વીંટી મારાથી નહોતી શોભતી, હું વીંટીથી શોભતો હતો.
અને એને વિચાર આવ્યો કે મારા પિતા ભગવાન ક્ષભદેવ હતો એમને એક પણ અલંકાર નથી. જેને એકે દાગીનો નથી, જેને એકે વૈભવ નથી, છતાં પણ એવા શોભે છે કે જગતના દેવાધિદેવ બની રહ્યા છે. એ દેવાધિદેવને ઇન્દ્રના ઈન્દ્રો પણ આવીને નમી રહ્યા છે.
આહા. એ કેવા અને એક વીંટીથી શોભનારે હું કેવો? વગર વીંટીએ શોભનારા મારા એ મહાન પિતાને હું આવો પુત્ર ?'
પછી ઊંડાણથી વિચાર કર્યો કે, આ દેહ પણ એક અલંકાર છે. એ પણ મને શોભાવનારી ચીજ છે. મારો આત્મા તો દેહ વિના પણ રહી શકે છે. '
આહા..બસ એવો વિચાર કર્યો, એ ભાવનામાં ચઢયા અને એ ભાવના એવી એકાકાર બની કે એના એ અરીસા-ભુવનની અંદર જ કેવળ-
૯૯