Book Title: Prakashni Kedi
Author(s): Chitrabhanu
Publisher: Punit Prakashan Mandir

Previous | Next

Page 70
________________ થયા : ‘Please come in. અદર આવેા. ’ કહીને અંદર બાલાવ્યો. પછી એને થાબડો, અને કહ્યું : ‘ શાબાશ ! ધન્ય છે તારી નિર્ભયતાને. હું છેક મુંબઇથી આવું છું, ને જોઉં છુ કે હિ ંદુસ્તાનમાં માણસા કેટલા મ છે ! જે કોઇ ચઢવા આવે તેમને, માત્ર નિર્ભયતાની કસાટી કરવા માટે જ, હું પૂછતો અને ડરાવતો હતો. એટલે તે તે મને જોતાં જ ભાગે ! પછી મને થયું કે આવા કાયર માણસા સાથે બેસીને સમય પસાર કરવા એના કરતાં તા એમને ભગાડવા એ સારી વાત છે. પરંતુ, તું એક બહાદુર મળ્યા !” જેની પાસે કાયદેસર ટિકિટ છે, જે માણસે પૈસા ખર્ચે લા છે, એ માણસને મારા જેવા ધૃષ્ટતાથી પૂછે કે, 'Who are you?” તે એને પૂછવાના શે। અધિકાર છે ? જેણે ફર્સ્ટ કલાસની ટિકિટના પૈસા ચૂકવ્યા છે તે ફર્સ્ટ કલાસમાં બેસવા માટે આપોઆપ હકદાર છે. એને પછી ડરવાની શી જરૂર ? પણ જેનામાં નિર્માલ્યતા પડી હોય એ સામના કરી શકતા નથી.’ ? ઉપરની હકીકત યુરોપિયનની નિખાલસતા અને પેલા વિદ્યાર્થીની નિર્ભયતા માટે માન ઉપજાવે તેવી છે. ' < વળે, એ વાત પણ મહત્ત્વની છે કે, જ્યાં પાપ છે, સ્વા છે, ત્યાં જ ભય છે. અભય કચાંથી ઉત્પન્ન થાય છેએ જાણા છે ? એ તમારા ન્યાયમાંથી, તમારી પ્રામાણિકતામાંથી, તમારા સત્યમાંથી અને તમારા સદાચારમાંથી ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી તમારા જીવનમાં ન્યાય, પ્રામાણિકતા, સત્ય અને સદાચાર નહિ હોય ત્યાં સુધી તમારામાં અભયનું તત્ત્વ કદી નહિ પ્રગટે. હવે બીજી વાત છે પુરુષાર્થની. આજે આપણે એટલા બધા પ`ગુ બન્યા છીએ, એટલા બધા પરાવલ બી બન્યા છીએ, ઇન્દ્રિયોને એટલી બધી શિથિલ બનાવી બેઠા છીએ કે, આજે આપણને બધું મફતમાં જોઈએ છે, સસ્તામાં સસ્તું જોઇએ છે, સહેલામાં સહેલું જોઈએ છે અને પરસેવા પાડીને મેળવવામાં આપણને નાનમ દેખાય છે. આવી હીણપતભરી મનોદશા આપણા હિંદુસ્તાનનાં મોટાંએથી માંડીને નાનાં સુધી એવી વિચિત્ર રીતે પેસી ગઈ છે કે, લગભગ સૌને શ્રમ કર્યા વિના મેળવવુ છે. હમણાં મારી પાસે પરદેશના બે મિત્રો રોજ અભ્યાસ માટે આવે છે. તેમને મેં પૂછ્યું : ‘ હિંદુસ્તાનમાં તમે શું જોયુ ? '

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172