Book Title: Pio Anubhav Ras Pyala Author(s): Bhadraguptasuri Publisher: Vishvakalyan Prakashan TrustPage 15
________________ औदासीन्यक्रमस्थेन भोगिनां योगिनामयम् । आनंदः कोऽपि जयतात् कैवल्यप्रतिहस्तकः ॥३॥ : અર્થ : ઔદાસીન્ય (મધ્યસ્થપણું) ના ક્રમ વડે ભોગ ભોગવતા એવા યોગીઓને મોક્ષ આપવામાં જામીનરૂપ એવો કોઈ આનંદ (ચિદાનંદ) થાય છે, તે આનંદ જય પામો! : વિવેચન સમતા-ગંગા-મગનતા, ઉદાસીનતા જાત, ચિદાનંદ જયવંત હો, કેવલ-ભાનું પ્રભાત ! - ઉપા. યશોવિજયજી. ચિદાનન્દનો જય હો ! યોગી પુરુષોનો ચિદાનન્દ કહે છેઃ હવે કેવળજ્ઞાનનું પ્રભાત પ્રગટ થયું સમજો ! મુક્તિ હવે હાથવેંતમાં સમજો ! યોગીના હૃદયમાં આવો ચિદાનન્દ પ્રગટે છે ઉદાસીનભાવના કારણે. ઉદાસીનભાવની પરિભાષા ઉપાધ્યાયશ્રી યશોવિજયજી આ પ્રમાણે આપે છે : અનાસંગ મતિ વિષયમેં રાગ-દ્વેષકો છેદ, સહજ ભાવમેં લીનતા, ઉદાસીનતા ભેદ, જ્યારે ઇન્દ્રિયોના વિષયોમાં અનાસક્તિ-અનાસંગ પ્રગટે છે અને રાગ-દ્વેષ ખૂબ મંદ પડી જાય છે ત્યારે યોગી સહજ આત્મભાવમાં લીન બને છે ! આ લીનતાનું નામ છે ઉદાસીનતા. આવી ઉદાસીનતા પ્રગટ થયા પછી યોગીનો વિષયોપભોગ પણ અનાસક્ત ભાવે થાય છે... અને ચિદાનન્દની મસ્તી અખંડ રહે છે. આ ઉદાસીનતાને ‘સમાધિશતક'માં • ઉદાસીનતા સુખસદન. • ઉદાસીનતા સુરલતા. • ઉદાસીનતા જ્ઞાનફળ. કહેવામાં આવી છે. કારણ કે આવી ઉદાસીનતામાંથી જ ચિદાનન્દ પ્રગટે છે. ગ્રંથકાર આવા ચિદાનન્દનો જય પોકારે છે ! AAAAAAAAAAAAAAAA% શાખ્યશતકPage Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130