Book Title: Pio Anubhav Ras Pyala Author(s): Bhadraguptasuri Publisher: Vishvakalyan Prakashan TrustPage 74
________________ इन्द्रियाण्येव पंचेषुर्विधाय किल सायकान् । जगत्त्रयजयी दत्ते पदं वक्षसि विद्विषाम् ॥६२॥ : અર્થ : કામદેવ, પાંચ ઈન્દ્રિયોનાં જ પાંચ બાણ બનાવી, એનાથી ત્રણ જગતને જીતી, શત્રુઓની છાતી ઉપર પગ મૂકે છે. : વિવેચન : કામદેવ ! કામ સુભટ ! કામ વાસના ! કામદેવ સમગ્ર જગત ઉપર કેવી રીતે વિજય મેળવે છે, એ વાત ગ્રંથકાર અલંકારિક શૈલીથી સમજાવે છે. કામદેવ, પાંચ ઇન્દ્રિયોનાં પાંચ બાણ બનાવીને દુશ્મનો (સાધુ પુરુષો, સદાચારી-બ્રહ્મચારી સ્ત્રી-પુરુષો.) સાથે લડે છે, જીતે છે અને છાતી ઉપર પગ મૂકે છે ! મેનકાએ વિશ્વામિત્ર જેવા ઋષિ પર કેવી રીતે વિજય મેળવ્યો હતો? પાંચ ઇન્દ્રિયોનાં પાંચ બાણોથી જ ઋષિને ઘાયલ કરી દીધા હતા અને ઋષિને વશ કરી લીધા હતા. મધુર ગીત, કટાક્ષ ભરેલું સ્મિત.... અંગોપાંગોના હાવભાવ અને ભોગપભોગ માટેની પ્રાર્થના. પાંચે ઇન્દ્રિયોની જરૂર નહીં, બે-ત્રણ ઇન્દ્રિયોના બાણો જ પર્યાપ્ત થઈ જતાં હોય છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીની ભાષામાં - पंच बाण इन्द्रिय करी, कामसुभट जग जीती, सब के शिर पद देत है, गणे न कोसु भीति. આ અજેય સુભટ કામદેવ, જેના પર ત્રાટકે છે એને પછાડીને એના માથે પગ મૂકે છે. અર્થાત્ પાંચ ઇન્દ્રિયોનાં બાણોથી એ ધારે એને ઘાયલ કરી શકે છે. અપવાદરૂપ સ્થૂલભદ્ર મુનિ, ઝાંઝરીયા મુનિ કે સુદર્શન શેઠને છોડી દો ! બાકી કામદેવે કેવા-કેવા ઋષિ-મુનિઓને પણ પછાડી દીધા છે? કામદેવની શક્તિ છે પાંચ ઇન્દ્રિયો. જે સાધક સમભાવથી આ ઇન્દ્રિયોને જીતી લે છે, તેના ઉપર કામદેવનું કંઈ ચાલતું નથી. શાખ્યશતક GSSAG , ૬૩Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130