Book Title: Pio Anubhav Ras Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust

Previous | Next

Page 94
________________ अनादि-वासना-जालमाशातन्तुभिरुम्भितम् । निशातसाम्यशस्त्रेण निकृन्तति महामतिः ॥८॥ : અર્થ : આશા-તંતુઓથી ભરેલી અનાદિવાસના-જાળને, મહામતિ પુરુષ, સામ્યભાવરૂપ તીક્ષ્ણ શસ્ત્રથી છેદે છે. .: વિવેચન : - અનાદિકાલીન વાસનાજાળ ! - આશાઓ, અપેક્ષાઓ, ઈચ્છાઓથી ઠસોઠસ ભરેલી વાસનાજાળ! એ વાસનાજાળને સામાન્ય માનવી ન છેદી શકે. એને છેદી શકે મહાન્ મતિમાન પુરુષ, પ્રજ્ઞાવંત પુરુષ. વાસનાજાળને છેદવાનું તીક્ષ્ણ શસ્ત્ર જોઈએ સામ્યભાવનું. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ આ પ્રમાણે અર્થ કયો છે - कूट वासना मढित है, आशातंतु वितान, छेटे ताकु शुभमति, कर धरी साम्यकृपान. હાથમાં સામ્યભાવની કૃપાણ લો અને આશા-અપેક્ષાઓથી ભરેલી વાસનાજાળને છેદી નાંખો. જો તમે પ્રજ્ઞાવંત પુરુષ છો, મહામતિ પુરુષ છો તો મનમાં સામ્યભાવ - સમતાભાવ ધારણ કરીને ઇચ્છાઓથી મુક્ત થાઓ, અપેક્ષાઓથી મુક્ત થાઓ, આશાઓથી મુક્ત થાઓ. તો જ અનાદિકાલીન વાસનાકાળ ભેદાશે, છેદાશે. અને આત્મા વાસનાઓથી મુક્ત બનશે. ચિત્તમાં સામ્યભાવ આવશે એટલે મનોમન નિર્ણય થશે - હવે મારે પરદ્રવ્યોની આશા નથી રાખવી. હવે મારે પરપદાર્થોની અપેક્ષા નથી રાખવી. હવે મારે ઇચ્છાઓની વણઝાર ન જોઈએ.' કરી જુઓ આ નિર્ણય. તમારું મન કેવી અપૂર્વ શાન્તિ અનુભવે છે. તમારો આત્મભાવ કેવો ઉપશાન્ત બને છે, તમને ત્યારે પ્રતીતિ થશે. હૃદયમાં સામ્યભાવને સ્થિર કરો. શાખ્યશતક ૮૩

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130