________________
साम्यदिव्यौषधिस्थेममहिम्ना निहतक्रियम् । कल्याणमयतां धत्ते, मनो हि बहु पारदम् ॥१०३॥
: અર્થ : પારાના જેવું અતિ ચંચળ મન, સામ્યગુણરૂપ દિવ્ય ઔષધિના સ્થિરપણાના મહિમાથી ક્રિયારહિત થઈ, કલ્યાણપણું ધારણ કરે છે.
: વિવેચન: મન ‘પારા’ જેવું ચંચળ છે.
પારાને બાંધવો, સ્થિર કરવો, હજુ સહેલો છે, મનને બાંધવું, સ્થિર" કરવું ઘણું દુષ્કર છે. છતાં એને બાંધી શકાય છે. સામ્યગુણ'ની દિવ્ય ઔષધિથી મનને બાંધી શકાય છે.
શમ-પ્રશમથી જ્યારે મનને બાંધી લેવામાં આવે છે ત્યારે આત્મસ્વરૂપના ચિંતનમાં લીનતા પ્રાપ્ત થાય છે. "તત્ત્વપ્રતિપત્તિ” પ્રાપ્ત થાય છે. - યોગી બનેલો આત્મા વાસનાઓ ઉપર વિજય મેળવે છે. - વિવેક અને પ્રશમભાવથી સભર બને છે. - કષાયો પર વિજય મેળવે છે. – રોગાદિકમાં વિચલિત થતો નથી. - ભવના ભોગોને તુચ્છ સમજે છે.
ઇચ્છાઓ નાશ પામે છે. એટલે કિયારહિત બને છે અને પૂર્ણ કલ્યાણની પ્રાપ્તિ કરે છે. सर्वं परवशं दुःखं, सर्वमात्मवशं सुखम् । एतदुक्तं समासेन लक्षणं सुख-दुःखयोः ॥ જે બધું પરવશ છે તે દુઃખ છે, અને જે આત્મવશ છે તે સુખ છે.' આ સાચી સમજણ આવી જાય છે એટલે શમ-પ્રશમભાવ દ્રઢ રહે છે. તેથી આત્મા સ્થિરતાને અનુભવે છે. આવો આત્મા કિયારહિત બની, પૂર્ણકલ્યાણને પ્રાપ્ત કરે છે, અર્થાત્ નિર્વાણ પામે છે.
૧૦૪
(
SSNAGAR RANASAN શાખ્યશતક