Book Title: Pio Anubhav Ras Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust

Previous | Next

Page 117
________________ क्लेशावेशमपास्य निर्भरतरं ध्यातोऽपि यश्चेतसा, सत्कल्याणमयत्वमाशु तनुते योगीन्द्रमुद्राभृताम् । सोऽयं सिद्धरसः स्फुटं समरसो भावो मया व्याकृतः, . श्रीमानद्भुतवैभवः सुमनसामानन्द-जीवातवे ॥१०५॥ : અર્થ : કલેશાવેશનો ત્યાગ કરીને, સામ્યભાવનું માત્ર પૂર્ણ રીતે ધ્યાન કર્યું હોય તો પણ, યોગીન્દ્રની મુદ્રાને ધારણ કરનારા પુરુષોને શુભ કલ્યાણપણું આપે છે. એવો. આ સામ્યભાવરૂપ સિદ્ધરસ કે જે મોક્ષલક્ષ્મીવાળો અને અદ્ભુત વૈભવવાળો છે; " તેને વિદ્વાનોના આનંદને જીવાડવા માટે મેં કહ્યો છે. : વિવેચન : સામ્યભાવ સિદ્ધરસ છે ! સામ્યભાવ મોક્ષલક્ષ્મીદાયક છે ! એવા આ સામ્યભાવનું ધ્યાન કરવા માત્રથી યોગીન્દ્રોનું કલ્યાણ થાય છે અને વિદ્વાનોને અપૂર્વ આનંદ થાય છે. માત્ર એક સાવધાની રાખવાની છે : ફલેશોનો ત્યાગ કરીને સામ્યભાવનું ધ્યાન કરજો. મનમાંથી કુલેશોને વાળી-ઝુડી સાફ કરી નાંખજો ! સિદ્ધરસ છે આ સામ્યભાવ! સિદ્ધરસ લોહ જેમ સુવર્ણ બની જાય છે, તેમ સામ્યભાવના ધ્યાનથી આત્મા મહાત્મા બની પરમાત્મસ્વરૂપ બની જાય છે. સામ્યભાવનો સિદ્ધરસ અદ્ભુત છે, અમૃતમય છે ! તે પવિત્ર મનવાળા વિદ્વાનોને આનંદથી ભરી દે છે ! દેવા માટે પણ આનંદપ્રદ બને છે. આચાર્યદેવ વિજયસિંહસૂરિજીએ આ શામ્યશતક'ની રચના કરી, વિદ્વાનો પર, યોગીજનો પર, મહાન્ ઉપકાર કર્યો છે. વર્ષો-શતાબ્દિઓ વીતી ગયા પછી પણ એ ગ્રંથ એટલો જ આજે ઉપાદેય છે, કલ્યાણકારી છે. સહુ મુમુક્ષુ આત્માઓ આ ગ્રંથનું અવશ્ય અધ્યયન-મનન કરી આંતર આનંદ પ્રાપ્ત કરો. ૧૦૬ GAAAAAAAAAAAAAAA% શાશતક

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130