Book Title: Pio Anubhav Ras Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust

View full book text
Previous | Next

Page 116
________________ भूयांसि यानि शास्त्राणि, यानि सन्ति महात्मनाम् । इदं साम्यशतं किंचित्तेषामंचलमंचतु ॥१०४॥ અર્થ : મહાત્માઓનાં રચેલાં જે જે ઘણાં શાસ્ત્રો છે, તે તે શાસ્ત્રોના એક-એક પ્રદેશને આ શાખ્યશતક પ્રાપ્ત થાઓ. .: વિવેચન : ગ્રંથકાર કહે છે : ‘આ શામ્યશતક કોઈ મોટો યોગગ્રંથ નથી, કોઈ ધ્યાનગ્રંથ નથી. આ તો એક નાનકડો ગ્રંથ છે, લઘુગ્રંથ છે. પરંતુ જો આ “શાશતક'નું એકાગ્રતાથી અધ્યયન, મનન, ચિંતન કરવામાં આવશે તો એ મોટા યોગગ્રંથોની, અધ્યાત્મગ્રંથોની ગરજ સારશે ! જેઓને મોટાગ્રંથોનું અધ્યયન કરવાની અનુકૂળતા નથી, મોટા ગ્રંથોનું, ગહન-ગંભીર ગ્રંથોનું અધ્યયન કરવાની પ્રજ્ઞા નથી, તેમના માટે આ લઘુગ્રંથ ઘણો ઉપયોગી સિદ્ધ થશે. જે વાતો, જે તત્ત્વો, મોટા ગ્રંથોમાં વિસ્તારથી કહેવામાં આવ્યા છે, એ જ તત્ત્વો આ “શામ્યશતકમાં સંક્ષેપથી કહેવામાં આવ્યા છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - बहुत ग्रंथ नय देख के महापुरुष कृत सार, वजयसिंह सूरि कियो, समता-शतको हार ! આ શાશતકના રચયિતા આચાર્યદેવશ્રી વિજયસિંહસૂરિજીએ અનેક ગ્રંથોનો સાર લઈને, આ ગ્રંથની રચના કરી છે !” આ વાત જ્યારે ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ ઉપાધ્યાયજી કહે છે, ત્યારે આ ‘શાયેશતક'ની મહત્તા ઘણી વધી જાય છે. ઉપાધ્યાયજીએ તો આ સંસ્કૃત - ગ્રંથનો અનુવાદ, પોતાના એક શિષ્ય માટે કર્યો છે ! એટલે તો હજારગણી મહત્તા વધી જાય છે. શમ્મશતક INSANKRANTIC ૧૦૫

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130