________________
अहो, वणिक्कला कापि मनसोऽस्य महीयसी । निवृत्तितुलया येन, तुलितं दीयते सुखम् ॥१०२॥
અર્થ : અહો! મનની આ વણિક કળા કેવી મોટી છે કે જેમને નિવૃત્તિરૂપ ત્રાજવાથી તોળીને, જેટલું જોઈએ તેટલું સુખ આપે છે.
.: વિવેચન : મન, નિવૃત્તિના ત્રાજવે સુખને તોલે છે ! જેમ વેપારી ત્રાજવે તોલીને વસ્તુ આપે છે તેમ ! તમારે ખરેખરું આંતરસુખ જોઈએ તો તમને એ સુખ તમારું મન આપશે. નિવૃત્તિના ત્રાજવે તોલીને આપશે ! તમે કેટલા નિવૃત્ત છો, ઉદાસીન છો, પ્રશાન્ત છે. સૌમ્ય છો, એના પ્રમાણમાં તમને આંતર આત્મસુખ મળશે.
બહારની દુનિયામાં સુખ શોધવાનું છોડો. દુનિયાનાં વૈષયિક સુખો શોધવાથી નથી મળતાં, એ સુખો તો પુણ્યકર્મને આધીન છે. તમારા પુણ્યકર્મના ઉદય મુજબ એ સુખો આવી મળશે. જ્યારે આંતર આત્મસુખ સૌમ્યભાવથી-ઉદાસીન ભાવથી જ મળશે. સૌમ્યભાવને આત્મસાત્ કરી લેવાનો છે. પળેપળની આત્મજાગ્રતિથી સૌમ્યભાવ ટકી શકે છે. કષાયો ને નો-કષાયોના હુમલા જીવનમાં આવ્યા જ કરે છે. એની સામે સૌમ્યભાવ ટકી રહેવો જોઈએ. વિષયોના આકર્ષણોની સામે સૌમ્યભાવ ટકી રહેવો જોઈએ. તો જ સહજ આત્મસુખનો અનુભવ થાય. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - भावत जाकु तत्त्व मन, हो समता रसलीन,
ज्यु प्रगटे तुज सहज सुख, अनुभवगम्य अहीन. મનની આ વણિકકલા છે કે એ આંતરસુખ, નિવૃત્તિના ત્રાજવે તોલીને જ આપે છે ! ઓછું-વતું નહીં. માટે મનમાં નિવૃત્તિને, ઉદાસીનતાને કાયમ રાખો. શાખ્યશતક (
૧૦૩