Book Title: Pio Anubhav Ras Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust

Previous | Next

Page 109
________________ योगग्रंथमहांभोधिभवमथ्य मनोमथा । साम्यामृतं समासाद्य सद्यः प्राप्नुहि निर्वृतिम् ॥१७॥ : અર્થ : હે આત્મનું, યોગગ્રંથરૂપ મહાસાગરને મનરૂપ રવૈયાથી મંથન કર અને સમતારૂપ અમૃતને પ્રાપ્ત કરી તત્કાળ સુખી થા. .: વિવેચન : તત્કાલ માનસિક સુખ જોઈએ છે? તત્કાલ મનના ફલેશોથી મુક્ત થવું છે? તો યોગના ગ્રંથો, યોગના શાસ્ત્રોનું અધ્યયન, મનન, ચિંતન કરી, મનના રવૈયાથી મંથન કરી, સમતામૃતને પ્રાપ્ત કરે અને એ સમતામૃતનું પાન કર. યોગના ગ્રંથો મહાસાગર જેવા છે ! મહાસાગરનું મનના મેરુથી મંથન કરો, તો સમતામૃતની પ્રાપ્તિ થશે અને એ સમતામૃતનું પાન કરી તમે પરમસુખનો અનુભવ કરશો. જો આ ગ્રંથની રચના કરનાર આચાર્યદવે, અનેક યોગગ્રંથોનું અધ્યયન-મનન-મંથન કરીને આ ગ્રંથની રચના કરી છે. એટલે આપણને તો તૈયાર જ અમૃત-પ્યાલો મળી ગયો છે! બસ, એ અમૃતનું આપણે પાન કરીએ, પાન કરતા રહીએ, એ જ જરૂરી છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - योगग्रंथ जलनिधि मथो, करी मन को मंथान, समता अमृत पाई के अनुभव रस को जान. જ્યારે જ્યારે મન અશાન્ત થાય, બેચેન થાય, ઉદ્વિગ્ન થાય, ત્યારે આ ‘સામ્યશતક'ને હાથમાં લો અને એના ગમે તે ચાર-પાંચ શ્લોકનું એકાગ્રતાથી વાંચન-મનન કરો. તમને તત્કાલ શાન્તિ-સમતા મળશે. તમે સ્વસ્થ બનશો. ૯૮ , શામ્યશતક

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130