Book Title: Pio Anubhav Ras Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust

Previous | Next

Page 111
________________ औदासीन्योल्लसन्मैत्रीपवित्रं वीतसंभ्रमम् ।। कोपादिव विमुंचन्ति स्वयं कर्माणि पुरुषम् ॥१९॥ : અર્થ : ઉદાસીનતાથી ઉલ્લાસ પામતા મૈત્રીગુણથી પવિત્ર થયેલા, સંજમથી રહિત એવા પુરુષને કર્મો સ્વયે જ જાણે રોષથી છોડી દે છે ! : વિવેચન : ઉદાસીનતા એટલે સામ્યતા. સામ્યતાને અને મૈત્રીભાવને ગાઢ સંબંધ છે. કમને આ સામ્યતા-મૈત્રીની યુતિ પ્રત્યે ઘોર દુશ્મની છે ! એટલે જે આત્મા આ યુતિને પોતાનામાં પ્રતિષ્ઠિત કરે છે, કમ એ આત્માનો ત્યાગ કરી દે છે ! તમારે તમારામાં અનાદિકાળથી રહેલાં કમને હાંકી કાઢવા છે? તો બીજી કોઈ ધમાલ ન કરો. એક જ કામ કરો. સામ્યતા અને મૈત્રીની યુતિને તમારા હૃદયમાં સ્થાપિત કરી દો ! કર્મોને આ યુતિ દીઠી નથી ગમતી. જ્યારે સામ્યતા અને મૈત્રી તમારામાં પ્રતિષ્ઠિત થશે ત્યારે તમારામાંથી ખેદ, ઉદ્વેગ, લેપ, ઉત્થાન અને ભ્રાન્તિ - આ દોષો ભાગી જશે. અદ્વેષ, જિજ્ઞાસા, શુશ્રુષા તત્ત્વશ્રવણ અને સૂક્ષ્મબોધ - આ ગુણો પ્રગટ થશે. સૌમ્યતા-પ્રશમગુણ આવે એટલે મૈત્રીભાવ આવે જ. સર્વે જીવો પ્રત્યે, સમગ્ર જીવસૃષ્ટિ તરફ મૈત્રીભાવ વ્યાપક બને છે. આ જીવસૃષ્ટિમાં એકાદ જીવ પ્રત્યે પણ શત્રુતા નથી રહેતી. ‘આ વિશ્વમાં મારો કોઈપણ જીવ શત્રુ નથી. સર્વે જીવો મારા મિત્ર છે.. સર્વે જીવોનું હિત થાઓ. સર્વે જીવો સુખી થાઓ.” આ ભાવનાથી સૌમ્ય આત્મા સભર બનેલો હોય છે. આવા આત્માઓ જલ્દીથી કર્મમુક્ત બને છે. કર્મનાં બંધનો સ્વતઃ તૂટી પડે છે. આત્મા શુદ્ધ-બુદ્ધ-મુક્ત બને છે. % ૧૦૦ RANAGAR NARAN શાખ્યશતક

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130