________________
मैत्र्यादिवासनामोदसुरभीकृतदिङ्मुखम् । पुमांसं ध्रुवमायान्ति, सिद्धि गांगनाः स्वयम् ॥१८॥
મૈત્રી વગેરેની વાસનારૂપ સુગંધથી, જેણે દિશાઓનાં મુખ સુવાસિત કરેલાં છે, એવા પુરુષની પાસે સિદ્ધિઓરૂપ ભમરીઓ સ્વયે અવશ્ય આવે છે.
: વિવેચન : મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યચ્ય – આ ચાર ભાવનાઓ ભાવતાં ભાવતાં જ્યારે એ વાસનારૂપ બની જાય છે ત્યારે એની દિવ્ય સુવાસથી દિશાઓ સુવાસિત થઈ જાય છે. એ યોગીપુરુષની આસપાસની દુનિયા સુવાસિત થઈ જાય છે.
આવા મૈત્રી આદિ ભાવનાઓથી સભર યોગીપુરુષોની પાસે સિદ્ધિઓ સ્વયં આવે છે. તેઓને સિદ્ધિઓ મેળવવા સાધના કરવી પડતી નથી.
જેવી રીતે પુષ્પોની સુવાસથી આકર્ષિત થઈને ભ્રમરીઓ એ પુષ્પો પાસે આવે છે, ગુંજારવ કરે છે, તેવી રીતે મૈત્રાદિ ભાવનાઓથી સુવાસિત મહાત્માઓના ચરણે અનેક સિદ્ધિઓ સ્વયં આવી રહે છે.
સામ્યભાવની સાધના એટલે આ ચાર ભાવનાઓ ! આ મૈત્રી વગેરે ચાર ભાવનાઓથી તમે ભાવિત થયા એટલે સામ્યભાવ સિદ્ધ થયો સમજો. એટલે, જો તમારે સામ્યભાવ સિદ્ધ કરવો છે તો આ ચાર ભાવનાઓ ભાવતા રહો. - સહુ જીવોનું હિત થાઓ, કલ્યાણ થાઓ. - સહુ જીવોનું સુખ જોઈને હું રાજી છું. - સહુ જીવોનાં દુઃખો નાશ પામો. - સહુ જીવોના દોષો-પાપો દૂર થાઓ.
પ્રતિદિન ત્રિકાળ આ ભાવનાઓ ભાવો. સર્વ જીવો પ્રત્યે તમારા ભાવ નિર્મળ બનશે. “આત્મવત્ સર્વભૂતેષુની ભાવના ચરિતાર્થ બનશે.
શાશતક
૯૯