________________
मा मुहः कवि संकल्पकल्पितामृतलिप्सया । निरामयपदप्राप्त्यै सेवस्व समतासुधाम् ॥१६॥
: અર્થ : હે આત્મન, કવિજનોએ મનના સંકલ્પોથી કલ્પેલા અમૃતને મેળવવાની ઈચ્છાથી મોહ ન પામ, પરંતુ મોક્ષપદની પ્રાપ્તિ માટે સમતારૂપ અમૃતનું સેવન કર,
: વિવેચન : સાહિત્યના ગ્રંથોમાં કવિઓની કલ્પનાઓ પ્રસિદ્ધ છે. કવિજનો સ્ત્રીઓના અધરમાં અમૃતની કલ્પના કરે છે. મોહમૂઢ જીવો એ કલ્પનાને સાચી માની લે છે અને એ અમૃત પીવા દોડે છે. ખરેખર, એ સ્ત્રીઓના અધરોમાં અમૃત નથી હોતું, હલાહલ ઝેર હોય છે. પરંતુ મોહમૂઢ જીવોને કોણ સમજાવે? તેઓ એ હલાહલ ઝેરને અમૃત માનીને પીએ છે, મરે છે અને દુર્ગતિમાં ચાલ્યા જાય છે.
ગ્રંથકાર એવા કવિ-કલ્પિત અમૃત પીવાની ના પાડે છે. તેઓ તો સમતારૂપ અમૃતનું પાન કરી, અમૃતમય બનવાની પ્રેરણા આપે છે. નિરામયપદ પ્રાપ્ત કરવાનો ઉપદેશ આપે છે.
તમારે મોક્ષપદ જોઈએ છે ? તમારી મુક્તિનો આનંદ જોઈએ છે? તમારે નિરામયપદની પ્રાપ્તિ કરવી છે? તો તમે જ્ઞાનીપુરુષોએ બતાવેલી સમતા-સુધાનું પાન કરતા રહો. પેલી કવિકૃત કલ્પનાઓના અમૃતને દૂરથી ત્યજી દો.
ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - कवि-मुख-कल्पित अमृत के, रसमें मुझत कांही? भजो एक समतासुधा, रति धरी शिवपदमांही.
એ સમતા-સુધાનું પાન કરવા - - અનિત્ય વગેરે ૧૨ ભાવનાઓ ભાવતા રહો, - મૈત્રી વગેરે ચાર ભાવનાઓ ભાવતા રહો. - યોગગ્રંથોનું અધ્યયન-પરિશીલન કરતા રહો.
શામ્યશતક feat
.
૯૭