Book Title: Pio Anubhav Ras Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust

Previous | Next

Page 107
________________ साम्यब्रह्मास्त्रमादाय विजयन्तां मुमुक्षवः । मायाविनीमिमां मोहरक्षोराजपताकिनीम् ॥९५॥ : અર્થ : સામ્યરૂપ બ્રહ્માસ્ત્રને લઈને, મુમુક્ષુઓ ! મોહરૂપ રાક્ષસરાજની આ માયાવી સેના ઉપર વિજય મેળવો. : વિવેચન : મોહ રાક્ષસરાજ છે. રાક્ષસરાજની સેના ઘણી માયાવી હોય છે. માયાવી સેના ઉપર વિજય મેળવવો ઘણો-ઘણો અઘરો હોય છે. મોહ રાક્ષસરાજ છે, અને એની સેના ભયાનક માયાવી છે. એ ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ-અતિ, ભય, શોક, જુગુપ્સા, પુરુષ વેદ, સ્ત્રીવેદ, નપુંસક વેદ... આ બધી સેના છે મોહની. એક-એક ઉપ૨ વિજય મેળવવો મહામુશ્કેલ છે. આ બધા માયાવી છે, એટલે જુદાં જુદાં રૂપ કરી શકે છે, જીવાત્માને છેતરી શકે છે. એટલે આ બધાં ઉપર વિજય મેળવવો અશકય લાગે છે. છતાં જો મુમુક્ષુ આત્મા પાસે સામ્યભાવનું બ્રહ્માસ્ત્ર આવી જાય તો એ માયાવી સેના પર વિજય મેળવી શકે છે. સામ્યભાવ એ બ્રહ્માસ્ત્ર છે. બ્રહ્માસ્ત્રની આગળ માયાવી સેનાનું કંઈ ઉપજતું નથી ! બ્રહ્માસ્ત્રથી ત્રણ ભુવન પર વિજય મેળવી શકાય છે. જો તમે મુમુક્ષુ છાં, મોક્ષ મેળવવાની ઇચ્છાવાળા છો, તો તમારે આ સામ્યભાવનું બ્રહ્માસ્ત્ર પાસે જ રાખવું જોઈએ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે सेना राखस मोह की, जीपे सुखे प्रबुद्ध. બ્રહ્મ-શસ્ત્ર ો છેì, સમતા અંતર શુદ્ધ. જો તમે મુમુક્ષુ હશો તો જ સામ્યભાવનું બ્રહ્માસ્ત્ર તમારી પાસે આવશે અને રહેશે. અને તો જ મોહ-રાક્ષસરાજની માયાવી સેનાને પરાજિત કરી શકશો. શામ્યશતક

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130