________________
वशीभवन्ति सुन्दर्यः पुंसां व्यक्तमनीहया । यत्परब्रह्मसंवित्तिनिरीहं श्लिष्यति स्वयम् ॥१३॥
: અર્થ : નિસ્પૃહ પુરુષને પરબ્રહ્મની સંવિત્તિ (જ્ઞાન) સ્વયં જ આલિંગન કરે છે. જેમ સ્પૃહારહિત મનુષ્યને સુંદર સ્ત્રીઓ સ્વયં જ વશ થાય છે, એ વાત સ્પષ્ટ છે.
: વિવેચન : આ જગતમાં એવો નિયમ છે કે જે પુરુષ, સુંદર સ્ત્રીની સ્પૃહા નથી રાખતો તેને સુંદરીઓ સ્વયં વશ થાય છે. સ્પૃહા રાખનાર પુરુષની ચતુર સ્ત્રીઓ ગરજ સમજી જાય છે. તેથી તેના તરફ અનાદર બતાવતી જાય છે. છેવટે એ આસક્ત પુરુષને વશ કરીને, પોતે સ્વતંત્ર-સ્વચ્છેદી બનતી જાય છે. પરંતુ જો પુરુષ નિઃસ્પૃહ રહે તો સુંદરી સ્વયં જ વશ થાય છે.
આ લૌકિક દ્રષ્ટાંત આપીને ગ્રંથકાર કહે છે નિઃસ્પૃહ વિષયોની સ્પૃહા વિનાના) પુરુષને પરબ્રહ્મની સંવિત્તિ સ્વયં જ આલિંગન આપે છે ! એને વશ થાય છે. અર્થાત્ વિષયોમાં અનાસક્ત આત્માને સ્વયં જ પરબ્રહ્મનું જ્ઞાન થાય છે. વિષયો પ્રત્યે નિઃસ્પૃહ બનો.
- યાદ રાખો પર મહાકુ ઉં, નિઃસ્પૃહત્વે મહાકુલમાં પરસ્પૃહા મહા દુઃખ છે. નિઃસ્પૃહતામાં જ મહાસુખ છે.' - જો તમે ને સ્પૃહ છો તો આ જગતને તૃણ સમાન ગણો. - જો તમે વિદ્વાન છો તો તમારા ચિત્તારમાંથી સ્પૃહાને કાઢી મૂકો. - જો તમે જ્ઞાની છો તો જ્ઞાનના દાતરડાથી સ્પૃહાની વિષવેલને કાપી
નાંખો. – નિઃસ્પૃહ મહાત્મા ભલે ભૂમિ પર સુઈ જાય, ભિક્ષા લાવીને ભોજન
કરે, જીર્ણ વસ્ત્રો પહેરે અને જંગલમાં રહે, છતાં એને ચક્રવર્તી કરતાં પણ વધારે સુખ હોય છે. - નિઃસ્પૃહ મહાત્મા વિચારે છેઃ હવે મારે આત્મસ્વભાવ સિવાય કંઈ
જ મેળવવાનું બાકી નથી. બીજું કાંઈ ન જોઈએ.” બ્ર ૯૪ GANGASARAN શામશતક