________________
येनैव तपसा प्राणी मुच्यते भवसंततेः । तदेव कस्यचिन्मोहाद् भवेद् बन्धनिबन्धनम् ॥९१॥
અર્થ : જે તપથી જીવાત્મા આ સંસારપરંપરાથી મુક્ત થાય છે, તે જ તપ, મોહના કારણે કોઈ પુરુષના સંસારબંધનનું કારણ થાય છે.
.: વિવેચન : તપથી સંસારને તરી શકાય છે. તપથી સંસારમાં ડૂબી શકાય છે !
જે તપ મોહનાં બંધન તોડવા માટે થાય, તે તપથી સંસારને તારી જવાય છે. જે તપ મોહથી પ્રેરિત થઈને કરાય, તે તપથી સંસારમાં ડૂબી જવાય છે.
તપ ક્રોધથી થાય, જેમ અગ્નિશમ. તપ અભિમાનથી થાય, જેમ બાહુબલી. તપ માયાથી થાય, જેમ મલ્લીનાથનો પૂર્વભવ. તપ લોભથી થાય, જેમ દ્રોપદીનો પૂર્વભવ.
બાહુબલીને તો એમની બે બહેન-સાધ્વીઓ પ્રતિબોધ કરનારી મળી હતી, એટલે એ બચી ગયા ને ભવસાગર તરી ગયા ! પરંતુ અગ્નિશમ ભવસાગરમાં ડૂબી ગયો. મલ્લીનાથ ભલે “સ્ત્રીનો અવતાર પામ્યા, પણ તીર્થંકર નામકર્મ બાંધી લીધું હતું એટલે ભવસાગર તરી ગયા.... અને દ્રૌપદીને પાંચ પતિ મળ્યા હતા, છતાં એના મહાસતીત્વે એને બચાવી લીધી.
તપ માત્ર કર્મનિર્જરાની ભાવનાથી કરવાનો છે. આત્મવિશુદ્ધિ માટે કરવાનો છે. કોઈ ભૌતિક આશંસાથી તપ નથી કરવાનો. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છેઃ छूटे भव के जालथें जीनहि तप करी लोक,
सो भी मोहे काहे कुं, देत जनमको शोक. ભવપરંપરાથી મુક્ત થવા તપ કરો, મોહથી નહીં ૯૨ SRI RAMAKRAN શાખ્યશતક