________________
विगलद् बंधकर्माणमद्भुतां समतातरीम् । आरुह्य तरसा योगिन् तस्य पारीणतां श्रय ॥८९॥
: અર્થ : હે યોગી, જે નાવડીના બંધકર્મ (લંગર) તૂટી ગયો છે, એવી સમતા (સામ્ય) રૂપ અદ્ભુત નાવડીમાં બેસી, જલ્દી ભવસાગર તરી જા.
.: વિવેચન : ભવસાગર તરવો છે?
ભવસાગર જલ્દી તરવો છે? તો સમતાની નાવડીમાં બેસીને તારી શકશો.
ભલે આ ભવસાગરમાં સર્વત્ર તૃષ્ણાની લતાઓ પથરાયેલી હોય, તારે એ લતાઓનો સ્પર્શ તો નહીં જ કરવાનો, મનમાં ય એ લતાઓનું ચિંતન નહીં કરવાનું. ભલે ભવસાગરમાં અનેક વિષયાવત આવે, તારે આંખો બંધ કરીને સમતાની નૈયામાં બેસી રહેવાનું. એ આકર્ષક આવતમાં સ્નાન કરવાની ઇચ્છા પણ નહીં કરવાની. ભલે ભવસાગરમાં ફ્લેશના તરંગો આકાશને આંબવા ઉછળતા હોય, તારે તારી સામ્યભાવની નૈયામાં દ્રઢતાથી બેસી રહેવાનું! નૈયામાંથી ઉછળી ના પડાય, એવી કાળજીથી નૈયાને સજ્જડ પકડી રાખીને બેસી રહેવાનું.
આવી રીતે ભવસાગરને યોગી' જ તરી શકે. એટલે ગ્રંથકારે આ તરવાની વાત યોગીને કરી છે. તૃષ્ણાઓ અને વિષયોથી યોગી જ અલિપ્ત રહી શકે ! ભયંકર લેશોના તરંગો વચ્ચે યોગી જ નિર્ભય રહી શકે. ભવસાગર તરવાનું કામ ભોગીનું નહીં, યોગીનું જ છે.
ઉપાધ્યાયશ્રી યશોવિજયજી, આ નાવડીને અઢાર હજાર શીલાંગના પાટીઆઓથી સજ્જ કરીને એમાં બેસવાનું કહે છે -
चाहे ताको पार तो, सज कर समतानाउ, शील अंग द्रढ़ पाटीए सहस हजार बनाउ.
૯૦
NSS NSS
શામ્યશતક