Book Title: Pio Anubhav Ras Pyala Author(s): Bhadraguptasuri Publisher: Vishvakalyan Prakashan TrustPage 95
________________ अनादिमायारजनी, जननीं तमसां बलात् । स्वज्ञानभास्वदालोकादंतं नयति योगविद् ॥८३॥ : અર્થ: અંધકારની જનની એવી અનાદિકાલીન માયા-રાત્રિનો યોગીપુરુષ, પોતાના જ્ઞાન-સૂર્યના પ્રકાશથી બલાત્કારે નાશ કરે છે. (બળપ્રયોગથ) : વિવેચન : માયાની રાત્રિ અને અજ્ઞાનનો અંધકાર ! જ્ઞાનનો સૂર્ય ઉગે એટલે રાત્રિ જાય, અંધકાર નાશ પામે. પરંતુ આ જ્ઞાન-સૂર્ય આપોઆપ નથી ઉગતો, યોગી પુરુષ એ ઉગાડે છે ! તે પણ સહજતાથી-સરળતાથી જ્ઞાનસૂર્ય નથી ઉગતો, તેને પ્રયત્નપૂર્વક ઉગાડવો પડે છે. માયાની ઘનઘોર રાત્રિનો પ્રગાઢ અજ્ઞાન-અંધકાર, સામાન્ય મતિજ્ઞાન કે શ્રુતજ્ઞાનથી દૂર થાય એવો નથી હોતો. સામાન્યબુદ્ધિવાળા જ્ઞાનીનું એ કામ નથી હોતું. એવા સામાન્યજ્ઞાનીઓ તો એ માયારાત્રિમાં ભૂલા પડી જાય છે, અંધકારમાં ખોવાઈ જાય છે. માયા-રાત્રિના પ્રગાઢ અંધકારને દૂર કરવાનું કામ હોય છે યોગી પુરુષોનું. આત્મજ્ઞાની યોગીપુરુષો, આત્મજ્ઞાનનો પ્રકાશ રેલાવીને એ માયા રાત્રિનો અંધકાર નષ્ટ કરી શકે છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ આ જ વાત કહી છે - जननी मोह-अंधार की, माया-रजनी क्रूर, ज्ञानभानु आलोकते, ताको कीजे दूर. માયાની રાત્રિમાં ક્રૂર કષાયપશુઓ ફરતાં હોય છે. મોહના અંધકારમાં વિષયવાસનાઓની જીવતી ડાકણો ફરતી હોય છે. અજ્ઞાની જીવોના એ લોહી ચૂસી લે છે. અજ્ઞાની જીવોનાં એ કષાયપશુઓ કોળીયા કરી જાય છે. માયાથી અને મોહથી બચવા, યોગીપુરુષોનું શરણ લો. ૮૪ ississionerate શાભ્યશતક શાયશતકPage Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130