Book Title: Pio Anubhav Ras Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust

Previous | Next

Page 72
________________ अंतरंगद्विषत्सैन्यनासीरैर्वीरकुंजरैः ।। क्षणादक्षैः श्रुतबलं लीलयैव विलुप्यते ॥६०॥ : અર્થ : અંતરંગ શત્રુઓના સૈન્યના મોખરે રહેનારા ઇન્દ્રિયોરૂપ મહાવીર, લીલા માત્રથી (સહજતાથી) શ્રુતબળ (જ્ઞાનબળ) નો ક્ષણમાં નાશ કરી નાખે છે. .: વિવેચન : અંતરંગ શત્રુઓની એક મોટી સેના છે. એ સેનાના અગ્રભાગે આ ઇન્દ્રિયરૂપ પાંચ મહાવીરો રહેલા હોય છે. આ પાંચેય મહાવીરો પ્રચંડ શકિત ધરાવે છે. આ ઇન્દ્રિય-મહાવીરો - ભલભલા તપસ્વીઓને ભૂશરણ કરી દે છે. - મોટમોટા દાનવીરોને ધૂળ ચાટતા કરી દે છે. - મોટા શાસ્ત્રજ્ઞોને વિદ્વાનોને પરાજિત કરી દે છે. - મહાનું બુદ્ધિમાનોને ક્ષણવારમાં હરાવી દે છે ! શાસ્ત્રો સાક્ષી છે, ઇતિહાસ સાક્ષી છે. માટે મહત્ત્વનું કાર્ય છે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવાનું. પાંચે ઇન્દ્રિયોને વશ કરવાની છે. આ વશ કરવાની અદ્ભુત કળા આપણે મહામુનિ સ્થૂલભદ્રજી પાસેથી શીખવાની છે. જે કોશા-વેશ્યાના ભવનમાં સ્થૂલભદ્ર ઇન્દ્રિયોથી પરાજિત થઈને પડયા રહ્યા હતા, તે જ ભવનમાં સ્થૂલભદ્ર મહામુનિ બનીને પાંચ ઇન્દ્રિયોના વિજેતા બનીને રહ્યા હતા. કોશાએ ઇન્દ્રિયોના બધા જ સુભટો દ્વારા સ્થૂલભદ્ર ઉપર આક્રમણ કર્યું હતું. પરંતુ તે ફાવી ન હતી. સ્થૂલભદ્રજીએ એ મહા અદ્વિતીય વિજય, આત્મજ્ઞાનની લીનતાથી મેળવ્યો હતો, સમત્વની શ્રેષ્ઠ સાધનાથી મેળવ્યો હતો. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - ગંતાં-fપુ–દેવી-મટ, સેનાની વવંત, इन्द्रिय क्षणमें हरत है, श्रुतबल अतुल अनंत. શામશતક NANAGAR MANINAGAR 1

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130