Book Title: Pio Anubhav Ras Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust

Previous | Next

Page 88
________________ प्रियाप्रियव्यवतिर्वस्तुनो वासनावशात् । अंगजत्वे सुतःप्रेयान्, यूकालिक्षमसंमतम् ॥७६॥ : અર્થ : વસ્તુમાં પ્રિયાપ્રિયનો વ્યવહાર વાસનાના કારણે છે. (તાત્ત્વિક નથી.) કેમ કે , શરીરમાંથી ઉત્પન્ન થયેલો પુત્ર પ્રિય લાગે છે, એ જ શરીરમાંથી ઉત્પન્ન થયેલી જૂકે લીખ અપ્રિય લાગે છે. : વિવેચન : કોઈ વસ્તુ એકાંતે પ્રિય નથી લાગતી, એકાંતે અપ્રિય નથી હોતી. એક સમયે પ્રિય લાગતી વસ્તુ કાળાંતરે અપ્રિય લાગે છે. એક સમયે અપ્રિય લાગતી વસ્તુ, સમયાંતરે પ્રિય લાગે છે. પ્રિય-અપ્રિયની કલ્પનાઓ દેશ, કાલ, વ્યક્તિ, અવસ્થા... આદિના પરિવર્તન સાથે બદલાયા કરે છે. ગ્રંથકાર એક સચોટ દષ્ટાંત આપીને આ વાત સમજાવે છે. એક જ શરીર સ્ત્રીનું ! એમાંથી પુત્ર જન્મે છે, ગમે છે. જૂ - લીખ પેદા થાય છે, નથી ગમતી ! એવી રીતે અનેક દ્રષ્ટાંતો આપી શકાય એમ છે - - એક સમયે ગમતી માતા, પરણ્યા પછી પુત્રને નથી પણ ગમતી! – એક સમયે ગમતો પત્ની, પરસ્ત્રીમાં આસક્ત પતિને નથી ગમતી! - કમાતો દીકરો, બેકાર બની જતાં નથી પણ ગમતો ! - શ્રીમંત મિત્ર, નિર્ધન બની ગયા પછી નથી ગમતો ! આ શ્લોકનો અર્થ ઉપાધ્યાયજીએ આ રીતે કર્યો છે - प्रिय-अप्रिय व्यवहार निज, रुचिरस साचो नाही, अंगज वल्लभ सुत भयो, यूकादिक नहि काही. કહેવાનું તાત્પર્ય એ છે કે - કોઈ વસ્તુ, કોઈ પદાર્થ પ્રિય હોતો નથી કે અપ્રિય હોતો નથી. એ પ્રિય-અપ્રિયનો સમગ્ર વ્યવહાર, જીવની વાસનાના કારણે હોય છે. જ શામ્યશતક New ૭૭

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130