Book Title: Pio Anubhav Ras Pyala Author(s): Bhadraguptasuri Publisher: Vishvakalyan Prakashan TrustPage 83
________________ संचरिष्णुरसौ स्वैरं विषयग्रामसीमसु । વાસ્તવંતી વશ યાતિ વીતવાનુશાસનાન્િ આશા : અર્થ : વિષયરૂપી ગામના સીમાડામાં સ્વચ્છેદપણે ફરનારો મનરૂપી હાથી, કમરહિત વીતરાગના શાસનથી વશ થાય છે. .: વિવેચન : પાંચ ઇન્દ્રિયોના અસંખ્ય વિષયોનું એક મોટું નગર છે ! એ નગરના સીમાડામાં મનરૂપી હાથી સ્વચ્છંદપણે, ઉન્મત્ત બની ફરતો રહે છે. મનને ઉન્મત્ત-સ્વચ્છંદી હાથીની ઉપમા આપી છે. એને સામાન્ય માવત વશ નથી રાખી શકતો. એનું અનુશાસન વીતરાગનું શાસન જ કરી શકે છે. અર્થાત્ વીતરાગભગવંતની વાણીનું શ્રવણ કરવાથી તત્ત્વવિચાર’ પ્રાપ્ત થાય છે. તત્ત્વવિચારથી મનની ચંચળતા દૂર થાય છે. તો જ મનને વશ કરી શકાય છે. મનનો હાથી વીતરાગશાસનથી જ વશ કરી શકાય છે. - ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ આ શ્લોકનો અનુવાદ આ રીતે કર્યો છે - विषयग्राम की सीममें, इच्छाचारी चरंत, जिन-आणा अंकुश धरी, मन-गज वश करो संत. જિનાજ્ઞાના અંકુશથી મન-ગજને વશ કરો! અર્થાતુ મનને જ્ઞાનથી જ વશ કરી શકાય છે, એ તાત્પર્ય છે. | જિનવાણીનું સદ્ગુરુના મુખે પ્રતિદિન શ્રવણ કરવું જોઈએ. શ્રાવકનું આ એક દૈનિક કર્તવ્ય બતાવવામાં આવેલું છે. વધુમાં વધુ સમય જિનોત તત્ત્વોના શ્રવણ, મનન, ચિંતનમાં પસાર કરવો જોઈએ. તો મનનું વશીકરણ થઈ શકે, મન પવિત્ર રહે. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં ભટકવાનું ઓછું થાય. વિષયોની નિઃસારતાનો જેમજેમ બોધ વધતો જાય, તેમતેમ મન વિરક્ત બનતું જાય અને તત્ત્વચિંતનમાં લીનતા વધતી જાય. ૭૨ NAGAR ANANટ શાશતકPage Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130