Book Title: Pio Anubhav Ras Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust

Previous | Next

Page 77
________________ ' विषमेषुरयं धूर्तचक्रशक्रत्वमर्हति । दुःखं सुखतयादर्शि येन विश्वप्रतारिणा ॥ ६५ ॥ : અર્થ : વિષમ બાણવાળો એ કામદેવ, ધૂર્ત લોકોના સમૂહનો ઇન્દ્ર થવાને લાયક છે. કારણ કે વિશ્વને ઠગનારો એ કામદેવ દુઃખને સુખરૂપે દેખાડે છે. : વિવેચન : કામદેવ ‘વિષમ' બાણવાળો છે. વિષમ' એટલે વિપરીત અથવા એકી સંખ્યાવાળાં (પાંચ) બાણ ધારણ કરનારો છે કામદેવ. જેમ ઠગારો - ધૂતારો ખોટી વાતને ખરી અને ખરી વાતને ખોટી બતાવે છે, તેવી રીતે કામદેવ પણ દુઃખને સુખરૂપે બતાવીને આ દુનિયાને ઠગે છે, ભલભલા વિદ્વાનોને, જ્ઞાનીઓને પણ લગે છે, માટે તે ઠગારો છે, ધૂતારો છે, પરંતુ સામાન્ય કોટિનો ધૂતારો નથી, ધૂતારા લોકોનો રાજા છે ! એક વાત સમજી રાખો કે આ ધૂર્તસમ્રાટ કામદેવના સામ્રાજ્યમાં જીવવાનું છે અને રહેવાનું છે. સમગ્ર વિશ્વ, આ કામદેવનું સામ્રાજ્ય છે. એટલે તો ગ્રંથકારે વિશ્વ પ્રતારિણા' શબ્દનો પ્રયોગ કર્યો છે. કામદેવે સમગ્ર વિશ્વને છેતર્યું છે ! દુનિયા એનાથી છેતરાતી રહી છે. એ છેતરામણને ઢાંકવા માટે વિદ્વાનોએ ઘણી ઘણી વાતો લખી છે; પરંતુ એથી કંઈ કામવાસનાની ધૂર્તતાને નકારી શકાતી નથી. અલબતું. આ કામવાસના વેદમોહનીય કર્મના ઉદયથી પ્રગટે છે, કર્મજન્ય છે, પરંતુ જ્યાં સુધી એ જીવના કંટ્રોલમાં રહે છે, ત્યાં સુધી જ બરાબર, જ્યારે એ જીવને વશ નથી રહેતી, જીવ એ વાસનાને પરવશ બની જાય છે ત્યારે જીવ સુખની ભ્રમણામાં અટવાતો, દુઃખના ઊંડા પાણીમાં ઉતરતો જાય છે. છેવટે એનો સર્વનાશ થાય છે. ૬૬ શાશતક

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130