Book Title: Pio Anubhav Ras Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust

Previous | Next

Page 75
________________ वीरपंचतयीमेतामुरीकृत्य मनोभवः । उपैति सुभट श्रेणी संख्यारेखां न पूरणीम् ॥ ६३ ॥ : અર્થ : મનમાંથી ઉત્પન્ન થનારો કામદેવ, પાંચ ઇન્દ્રિયોરૂપ યોદ્ધાઓને અંગીકાર કરીને, સુભટોની શ્રેણીને પૂરનારી સંખ્યાને પ્રાપ્ત થતો નથી. અર્થાત્ તે તેટલાથી જ પૂર્ણ છે ! : વિવેચન : કામદેવ સ્વયં પ્રચંડ યોદ્ધો છે. તેમાં વળી, પાંચ ઇન્દ્રિયોરૂપી મહાવીર સૈનિકો મળી ગયા ! તેથી હવે એને બીજા સૈનિકોની બેટાલીયનની જરૂર નથી રહી. એ કામદેવ, પાંચ ઇન્દ્રિયોથી જ પૂર્ણ શક્તિશાળી બની ગયો છે. પછી એને બીજા સૈનિકોની શી જરૂર ? કહેવાનું તાત્પર્ય એ છે કે, મોક્ષમાર્ગના આરાધકે, કામદેવ ઉપર (વિષયવાસના ઉપર, સેક્સીવૃત્તિઓ ઉપર) વિજય મેળવવા માટે એક જ કામ કરવાનું છે - ઇન્દ્રિયવિજય ! પાંચ ઇન્દ્રિયો ૫૨ વિજય મેળવવાનો છે. એ વિજય મેળવવા ઇન્દ્રિયનિરોધની સાથે સાથે પ્રશમભાવ - ઉપશમભાવને દ્દઢ કરવાનો છે. વૈરાગ્યને વાસનારૂપ બનાવી દેવાનો છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીના શબ્દોમાં - वीर पंच इन्द्रिय लही, कामनृपति बलवंत, करे न संख्या- पूरणी सुभट - सेणी की तंत. સમગ્ર વિશ્વમાં કામદેવ, પાંચ ઇન્દ્રિયોરૂપ સુભટો લઈને ફરે છે અને જગત ઉપર એકચક્રી રાજ્ય કરે છે ! એને બીજા વધારે સૈનિકોની જરૂ૨ જ નથી. ૬૪ એવી રીતે, સાધકે પણ બીજી બધી સાધનાઓનો મોહ છોડી, એક જ સાધના - ઇન્દ્રિયવિજયની કરી લેવી જોઈએ. જે ક્ષણે એ ઇન્દ્રિયવિજેતા બનશે, એ વિશ્વવિજેતા બની જશે. પછી એની મુક્તિ હાથવેંતમાં સમજવી. શામ્યશતક

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130